Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મોડાસાના ટીંટોઈમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4 તોલા સોનાની ઉઠાંતરી કરી

મોડાસા: તાલુકાના ટીંટોઈ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તીજોરી લોકર તોડી લાખ્ખો રૃપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિત રૃપિયા ૧.૭૫ લાખની રોકડ ચોરી લીધી હતી.આ તસ્કરીને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો અને પંથકમાં પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવા માંગ ઉઠી હતી.

ટીંટોઈ ગામે જનતા શરાફી મંડળી સામે આવેલી એક રહેણાંક મકાનને શનીવારની રાત્રે તસ્કરો એ નિશાન બનાવ્યું હતું.આ મકાનના માલીક વિકાસકુમાર ભંડારી પરિવાર સાથે અમદાવાદ ગયા હતા ત્યારે જ આ બંધ ઘરે ઉતરી આવેલ તસ્કર ટોળકી એ મધ્યરાત્રી એ જ ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

 

(5:38 pm IST)