Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

તાપી નદીમાં ચાલતી રેતી ખનનની પ્રક્રિયાને રોકવા માટે ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાની મદદ લેવાની નોબત આવી

તાપી: નદી પર સુરત અને તાપી જિલ્લાની હદમાં ગેરકાયદે ચાલતા રેતી ચોરીનાં કૌભાંડને ઝડપવા સુરત-તાપી ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કેમેરામાં અંદાજીત ૩૦ બાજ નાવડી, ૧૦ ટ્રકને કેદ કરી આગામી દિવસોમાં કાનુની રાહે કાર્યવાહી હાથ ધરાશે. આજની કાર્યવાહી લઈને રેતી ચોરોમાં ચકચાર મચી છે.

તાપી જિલ્લામાંથી થઈ સુરત જિલ્લામાં પ્રવેશતી તાપી નદી પર કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રેતીખનન કરાય છે. વારંવાર રેડની કાર્યવાહી કરી ભૂસ્તર વિભાગે રેતી ચોરીને નાથવા પ્રયત્ન કર્યા છે. થોડો સમય પહેલા સોનગઢનાં ઘાસીયામેડા ગામે કરોડોની રેતી ચોરીનું કૌભંડ એન્ટી કરપ્શન બ્યૂરોએ ઝડપી લીધું હતું. ત્યારબાદ પણ રેતી ચોરીનાં બનાવો બનતા જ રહ્યા છે. તંત્રની નાક નીચેથી બે નંબરીયાઓએ પોતાનો ધંધો ચાલુ જ રાખયો છે. જેને નાથવા આજે તાપી જિલ્લા ભૂસ્તર અધિકારી ડી.કે. પટેલે સુરત ભૂસ્તર વિભાગની મદદ લઈ રેતી ચોરીને પકડવા કાકરાપાર ડેમ નજીકથી ડ્રોન કેમેરાને ગગનમાં છોડી તાપી નદીમાં ચાલતા રેતી ચોરીનાં કૌભાંડનો સર્વે શરૂ કર્યો હતો. 

 

 

(5:35 pm IST)