Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વડોદરામાં ડ્યુટી પર ગયેલ પોલીસ જવાનના મકાનમાંથી તસ્કરોએ 97 હજારની મતા ચોરી લીધાની ફરિયાદ

વડોદરા:જ્યોતિ લિ. કંપનીની પાછળ આવેલા ગોડાઉનમાંથી તસ્કરો ૧.૫૬ લાખનો સામાન ચોરી ગયા હતા. જ્યારે ખોડિયારનગર મહાકાળી વુડાના મકાનમાંથી તસ્કરો ૯૭ હજારની મત્તા ચોરી ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે જ્યોતિ લિમીટેડ કંપનીની પાછળ ગેસની સગડીઓ, ડીપફ્રીજ, તેમજ હોટેલ, રેસ્ટોરન્ટને લગતો સામાન મૂકવાનું ગોડાઉન છે. ગત ઓક્ટોબર મહિનામાં હોટેલ અને રેસ્ટોરન્ટને લગતો સામાન ખરીદીને ગોડાઉનમા મૂકવામાં આવ્યો હતો. ગત ૨જી તારીખે ગોડાઉન માલિકે ચેક કરતા ચાર ડીપફ્રીજ એક કુલર, હેલોઝન મળીને કુલ રૃપિયા ૧,૫૬,૯૦૦ ની મત્તા ચોરી ગયાં હતાં. જે અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

(5:34 pm IST)