Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

૧૭મીથી અમદાવાદમાં શોપીંગ ફેસ્ટીવલ

૨૫ હજારથી વધુ વેપારીઓ ભાગ લેશેઃ કપડા જવેલરી, મોબાઇલ સહિત અનેક ધંધાર્થીઓ આ ફેસ્ટીવલમાં જોડાશેઃ રજીસ્ટ્રેશન શરૂ

(કેતનખત્રી) અમદાવાદઃ વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટીવલ ઓર્ગેનાઇઝીંગ ફેડરેશન દ્વારા ગુજરાત સરકાર ઇન્ડેક્ષ ટીબી અને એએમસીના સહયોગથી ૧૭મી જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી અમદાવાદમાં  સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલમાં આશરે ૨૫ હજારથી વધુ વેપારીઓ ભાગ લેશે જે માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાના રહેશે. આ શોપીંગ ફેસ્ટિવલમાં  કપડા, જવેલરી, સ્પા. સલુન, ઓટોમોબાઇલ, રેસ્ટોરન્ટ, ઇલેટ્રોનિકસ, મોબાઇલ ફોન, કીચન એપ્લાયન્સીસ, ફર્નિચર જેવી અનેક વસ્તુઓના ધંધાર્થીઓ આ ફેસ્ટીવલમાં જોડાઇ  રહયા છે. આ ફેસ્ટીવલમાં ધંધાર્થીઓ પોતાની દુકાનો / શોરૂમમાં જ બેસીને વેપાર ધંધો કરશે. દરેક દુકાનદારે રૂ.૧૯૯૯નું રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.

વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝીંગ ફેડરેશનના પ્રેસીડન્ટ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે ૧૨  દિવસ ચાલનારા આ ફેસ્ટીવલમાં સવારે ૧૦ થી  રાત્રીના ૧૦  વાગ્યા સુધી દર મિનિટે એક ઇનામ અને  રાત્રિના ૧૦ થી બીજા દિવસે સવારના દસ સુધી દર કલાકે ૨૦ ઇનામો આપવામાં આવશે. સાથે જ વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટીવલ ઓર્ગેનાઇઝીંગ ફેડરેશનના સેક્રેટરી અનિલ સંઘવીએ જણાવ્યું હતુ કે ૧૭મી જાન્યુઆરીએ ઓપનીંગ સેરેમની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. ૧૮મી જાન્યુઆરીથી મ્યુઝીકલ પ્રોગામો, ડાયરો,  લાઇવ ઓક્રેસ્ટ, સ્ટેન્ડિંગ કોમેડી, લાઇવ બેન્ડ નોલેજ સીરીઝ, ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલ, ગુજરાતી નાટકો, થિયેટર એકટીવીટીઝન પણ આયોજન કરવામાં આવ્યું છે.  (૪૦.૫)

(4:08 pm IST)