Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પરીક્ષાર્થીઓ ઓછા આવ્યા તેમાં કંઇ અસામાન્ય નથીઃવિકાસ સહાય

સમય સમય બલવાન હૈ, લોકરક્ષક પરીક્ષા રાજયભરમાં સફળ રીતે પુર્ણ થતા અધ્યક્ષ વિકાસ સહાયની ખુશીનો કોઇ પાર નથી, સફળતાનો યશ અન્યોને આપ્યો : અમદાવાદ અને રાજકોટમાં મોબાઇલ ફોન સાથે પરીક્ષાર્થીઓ પકડાયા તેવા છુટક બનાવો બાદ કરતા ગુજરાતભરમાં પરીક્ષાર્થીઓ ખુબ જ શાંતિથી પુર્ણઃ ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૭ : સમય સમયની બલીહારી છે આજથી બરોબર એક માસ અગાઉ તે દિવસે પણ સામાન્ય રીતે રજા અને આરામનો દિવસ હતો પરંતુ એક સિનીયર કક્ષાના આઇપીએસ અધિકારી રજાનો આનંદ  અને પોતાની અથાગ મહેનતનું ફળ મેળવી શકે તે પહેલા ઉલ્ટુ થયું અફડાતફડી જેવા સમાચારો પ્રસર્યા કે ગુજરાતભરમાં લોકરક્ષક દળ પરીક્ષા પેપર ફુટવાના કારણે રદ થઇ  છે. રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા એ અધિકારીએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય ભારે હૈયે કરાવ્યો હતો અને તેમના મુખ પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી.

હવે સમય ફર્યો અને બરોબર એક માસના વિરામ બાદ લોકરક્ષકદળની પરીક્ષા  ફરીથી ખુબ જ સારી રીતે લેવાઇ અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પેપરમાં સવાલો પણ ખુબ જ સારી રીતે પુછાયા જે સ્પષ્ટ બતાવતા હતા કે નિરાશાની અસર પેપર સુધી પહોંચી નથી.ગઇકાલે પેપર પુર્ણ થયા બાદ બરાબર એક માસ પહેલા ખુબ જ ભાવુક બની ભાંગી પડેલા એડીશ્નલ ડીજીપી કક્ષાના પરીક્ષાની ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય આજે ખુબ ખુશ હતા કારણ કે રિટર્ન પરીક્ષાનો પહેલો તબક્કો ખુબ સારી રીતે  પુર્ણ થયો હતો. અકિલા સાથેની વાતચીતમાં એક માસ પહેલા ખુબ જ ભાવુક બનેલા અને ભારે હ્ય્દયે ચર્ચા કરનાર વિકાસ સહાય આજે ખુબ જ પ્રસન્ન હોવાનું અકિલા સાથેની વાતચીતમાં બહાર આવ્યા વગર રહેતું ન હતું.

તેઓએ જણાવ્યુંકે ૮.૭પ લાખ પરીક્ષાર્થીઓમાંથી ૭.રપ લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા. આ રીતે ઓછા પરીક્ષાર્થીઓ આવ્યા તેમાં કોઇ નવી બાબત નથી. દરેક પરીક્ષા વખતે આવુ સંજોગોવસાત ન આવી શકનાર વિદ્યાર્થીઓને કારણે બનતું જ હોય છે. તેઓએ અકિલા સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવેલ કે પ્રથમ તબક્કો જે રીતે સંપન્ન થયો  તેમાં તમામ સરકારી તંત્ર, મારા સિનીયર અધિકારીઓનું માર્ગદર્શન, મારા જુનીયર અધિકારીઓનો સહયોગ, એસટી તંત્રનો સહયોગ, શિક્ષણ વિભાગનો સહયોગ અને મીડીયાનો પણ ખુબ સારો સહયોગ મળવાથી ખરાબ સમય દુર થઇ સારા સમયનો સુર્ય  ઉગ્યો છે.

અત્રે યાદ રહે કે એક માસ અગાઉ ડિસેમ્બર-ર ના રોજ લોકરક્ષક દળની પરીક્ષા  યોજાઇ હતી. દરમિયાન વિકાસ સહાયને તેમના એક વિશ્વાસુ અધિકારી દ્વારા પેપર લીક થયાની જાણ કરવામાં આવી હતી. આ કાર્યદક્ષ અધિકારીએ ચૂપ રહેવાને બદલે મહેનતુ વિદ્યાર્થીઓના હિતમાં ઉચ્ચ કક્ષાએ ચર્ચા કરી પરીક્ષા રદ કરાવી હતી. એવખતે એ નિર્ણય થોડો કડવી દવા જેવો હતો પરંતુ સુચારૃ વ્યવસ્થા માટે આ દવાનો ડોઝ જરૃરી હોવાનું પાછળથી બધા માનવા લાગ્યા હતા.

(11:41 am IST)