Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પતંગની જેમ ગુજરાતનો વિકાસ આકાશમાં ચડ્યો : વિજયભાઈ રૂપાણી

અમદાવાદમાં પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી : 45 દેશના પતંગબાજો સાબરમતી કિનારે પહોંચ્યા

અમદાવાદ:અમદાવાદમાં પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં જુદા જુદા 45 દેશના પતંગબાજો અમદાવાદના સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર એકથી એક ચડિયાતા પતંગો લઇને પહોંચ્યા છે આ પતંગ મહોત્સવ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે.

  પતંગ મહોત્સવની શરૂઆત કરતા કહ્યું કે જાન્યુઆરી મહિનો ઉર્જાનો મહિનો હોય છે અને આ મહિને જ કાઈટ ફેસ્ટીવલ, વાઇબ્રન્ટ ગુજરાત,પતંગ મહોત્સવ, ફ્લાવર શૉ અને હવે શોપિંગ ફેસ્ટીવલ યોજાશે.પતંગની જેમ જ ગુજરાતનો વિકાસ પણ ઊંચે આકાશમાં ચડી રહ્યો છે.

   કાઈટ ફેસ્ટિવલ શરૂ થતાં પહેલાં 200 વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ સૂર્ય નમસ્કાર કર્યા હતા.અમદાવાદ સિવાય વડોદરા,દ્વારકા અને કેવડીયા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો.

 

(6:10 pm IST)