Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવાન પર હુમલો

યુવાનની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો: ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસ બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જો કે તેની બાદ મોડી સાંજે ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવાન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જ્યારે યુવક પર હુમલામાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જો કે યુવાનની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. જેમાં માથાના ભાગે ધારદાર હથિયાર વડે ગંભીર ઇજાઓ કરાઈ હોવાનું ડોકટરે જાણ કરી હતી. જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.

  આ સમગ્ર ઘટનામાં કલોલ વિધાનસભાના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના દીકરા અને ભત્રીજા સહિત અન્ય 10 લોકોએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. જેમાં ભાજપ કાર્યકર્તા પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેના પગલે ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસ બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા.

(12:36 am IST)