Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

હિંમતનગરમાં પોલીસ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી

મતદાનનો સમય પૂરો થયા બાદ એક યુવાનને પ્રવેશ અપાતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં આજે સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી.  હિંમતનગરમાં હિંમત હાઇસ્કૂલ આગળ મતદાનને લઈને મામલો બીચક્યો હતો. મતદાનનો સમય પૂરો થયા બાદ એક યુવાનને પ્રવેશ અપાતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને આ દરમિયાન સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે  બોલાચાલી થઇ હતી. જો કે પોલીસે ટોળાને વિખેરી નાખ્યું હતુ.

(12:33 am IST)