Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી કાલે બેંગલુરુમાં વાયબ્રન્ટ સમિટ-ર૦રર સંદર્ભમાં રોડ-શૉ યોજશે

બિઝનેસ લીડર્સ-અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજાશે: સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા સહિત પ્રતિનિધિઓ બેંગલુરુ જવા રવાના

અમદાવાદ :શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના સંદર્ભમાં તારીખ ૦૭ ડિસેમ્બરે  કર્ણાટકના બેંગલુરુમાં રોડ-શૉ યોજશે.

શિક્ષણ મંત્રી આ પ્રવાસ દરમિયાન કર્ણાટકના બિઝનેસ લીડર્સ-અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. જેમાં તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યોજાયેલ પૂર્વ વાઇબ્રન્ટ સમિટની સફળતા વર્ણવશે.
  શિક્ષણ મંત્રી યોજાનારા રોડ-શૉ માં વાયબ્રન્ટ સમિટ-ર૦રરની વિશેષતાઓ પ્રસ્તુત કરી કર્ણાટકના ઉધોગ સાહસિકોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રિત કરશે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, રાજ્યના સુરક્ષા સલાહકાર એર માર્શલ આર.કે.ધીર સહિત પ્રતિનિધિઓ કર્ણાટકના બેંગલુરુ સ્થિત યોજાઇ રહેલા આ રોડ શોમાં સહભાગી થશે

(9:45 pm IST)