Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધોલેરા સરના મિંગલપુર ગામે રીન્યુ પાવર કંપનીના સહયોગથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના મિંગલપુર ગામે ધોલેરા સરમાં આવેલ રીન્યુ પાવર (ReNew Power) કંપનીના સહયોગથી શિયાળાની ૠતુમાં ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી રક્ષણ માટે મિંગલપુર પ્રાથમિક શાળાના વિધાર્થીઓને ગરમ ઉનના ધુસા (ધાબળા) નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ સુભાષભાઈ ગોહિલ, ધોલેરા ,ધોલેરા તાલુકા ભાજપ મંડલ બક્ષીપંચ મોર્ચા પ્રમુખ  ઠાકરશીભાઈ ભરભિડીયા, ધોલેરા તાલુકા ભાજપ કિસાન મોર્ચા કારોબારી સદસ્ય સુરેશભાઈ પુનાણી , ( ReNew Power )રીન્યુ પાવર કંપની વતી કંપની એડમીન  એલ. જી. ડોડીયા, દેવરાજ ડે, અને રાજેશ શુદ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. (તસવીર : પરેશ હપાણી -  ધોલેરા

(9:07 pm IST)