Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સુરતમાં એક જ પરિવારના પાંચને કોરોનાનું સંક્રમણ

ચાર સભ્યોએ રસીના બંને ડોઝ લીધા હતા : અડાજણની સાંઈલીલા સોસાયટીને નિયંત્રિત ઝોન જાહેર કરાઈ અને પાડોશીઓની પણ તપાસ શરુ કરાઈ છે

સુરત,તા. : દેશભરમાં એક દિવસમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત કોરોનાના દર્દીઓનો આંકડો ૪થી સીધો ૨૦ને પાર જતો રહ્યો છે. આવામાં હવે ફરી એકવાર કોરોનાનો હાહાકાર મચ્યો છે.

સુરતમાં એક પરિવારના લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારના સભ્યોએ રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં તેઓ કોરોનામાં સપડાયા છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી આઈલીલા સોસાયટીમાં એક પરિવારના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. પછી સુરત મહાનગર પાલિકા દ્વારા આખી સોસાયટીને નિયંત્રિત ઝોન જાહેર કરવામાં આવી છે.

મહત્વનું છે કે હાલમાં જે પ્રમાણે કોરોનાના નવા વેરિયન્ટને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે સુરતમાં એક પરિવારમાં કોરોના પોઝિટિવ નોંધાતા લોકોની ચિંતામાં વધારો થયો છે.

જ્યારે સુરત શહેરમાં એક દિવસમાં નવા કેસ નોંધાયા છે. સાંઈલીલા નામની જે સોસાયટીમાં એક પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં રિપોર્ટ્સ મુજબ વયસ્ક અને બાળકનનો સમાવેશ થાય છે. જેમાં વયસ્ક સભ્યોએ રસીના બન્ને ડોઝ લીધેલા છે આમ છતાં તેઓ સંક્રમિત થયા છે જેના કારણે લોકો વધારે ચિંતિત થયા છે.

હાલ કોરોના સંક્રમિત થયેલા પરિવારના સભ્યોની તબિયત સામાન્ય હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એક તરફ ઓમિક્રોન વેરિયન્ટના લીધે ભયનો માહોલ છે અને બીજી તરફ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મૉલ, બજારોમાં ભીડ અને માસ્ક વગર ફરતા લોકો દેખાઈ રહ્યા છે તેના કારણે ફરી પરિસ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

સુરત શહેરના એરપોર્ટ પર ૨૪ કલાકમાં વધુ ૮૭ વિદેશી મુસાફરોનું આગમન થયું છે. ઓમિક્રોન અને નવા કેસમાં દેખાતા ઉછાળાને ધ્યાનમાં રાખીને વાયરસ વધારે ફેલાય નહીં તે માટે સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. આમ છતાં સ્ટેશન અને બજારો જેવી જગ્યાઓ પર લોકો કોરોનાની ગાઈડલાઈન્સને નેવે મૂકીને ફરતા જોવા મળી રહ્યા છે.

(8:00 pm IST)