Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં પોલીસે દારૂ ભરેલ ટેમ્પો પકડી એક ખેપિયાને ઝડપી પાડયો

વડોદરા: શહેર ના નાગરવાડા વિસ્તારમાં પોલીસે દારૂ ભરેલો ટેમ્પો પકડી એક ખેપિયા ને ઝડપી પાડયો છે.

દશાલાડવાડી નજીક એક ટેમ્પામાં દારૂ નો જથ્થો હોવાની વિગતો મળતાં કારેલીબાગ પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે ટેમ્પાની તાડપત્રી ખસેડતા અંદરથી રૂ.પોણા ત્રણ લાખ ની કિંમત ની 552 નંગ બોટલો મળી આવી હતી.

પોલીસે ગૌરાંગ જગદીશ પટેલ (રહે.રામજી મંદિર ની ચાલી, રાવપુરા ટાવર પાછળ)ને ઝડપી પાડી મોબાઇલ કબ્જે કર્યો હતો.દારૂનો જથ્થો નામચીન બૂટલેગર કિરણ કહારનો હોવાનું ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ‌પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ રૂ ‌ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

(5:26 pm IST)