Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સુરતના ઉનાની રાહત સોસાયટીમાં નજીવી બાબતે મામા-ભાણેજ પર ચપ્પુથી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: ઉનાની રાહત સોસાયટીમાં રસ્તા વચ્ચે બાઇક લઇ ઉભેલા મામા-ભાણેજ સાથે થયેલા ઝઘડામાં રીક્ષા ચાલક અને તેના ભાઇએ ચપ્પુ વડે હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા સચિન જીઆઇડીસી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉનાના રાહત સોસાયટીમાં રહેતો રીક્ષા ચાલક મોહમદ અશરફ લાખાણી (ઉ.વ. 40) ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં મામા ફિરોઝ ગફ્ફાર લખાણી અને બે મિત્ર સુફીયાન આરીફ મુલ્લા અને ઝૈદ સાથે સોસાયટીમાં જામા મસ્જિદ નજીક ગલીમાં બાઇક ઉભી રાખી વાત કરી રહ્યા હતા. જો કે મામા ફિરોઝે તેઓને છુટા પાડયા હતા. ફિરોઝે અસ્લમના ભાઇ અફઝલ ઇબ્રાહીમ આડીયાને ફોન પર ઝઘડાની જાણ કરી સમાધાન માટે બોલાવ્યો હતો. જેથી અફઝલ તેના બે મિત્રો સાથે દોડી આવ્યો હતો. જયાં અશરફે અફઝલને કહ્યું હતું કે તારા ભાઇને સમજાવી દે અને મારી માફી માંગી લે એવું કહી દે. પરંતુ અફઝલે મારો ભાઇ માફી નહીં માંગશે એમ કહી ચપ્પુ કાઢી હુમલો કરતા ફિરોઝના ગળાના ભાગે જયારે અશરફ ત્યાંથી ભાગી ગયો હતો. જેથી પોલીસે બે ભાઇ અસ્લમ અને અફઝલ સહિત ચાર વિરૂધ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:16 pm IST)