Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગાંધીનગર :કુડાસણમાં આંતરિક માર્ગની કામગીરી અડધેથી મૂકી દેવામાં આવતા વાહન ચાલકોને હાલાકી

ગાંધીનગર:શહેરમાં સમાવિષ્ટ  વિસ્તાર કુડાસણમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક માર્ગની હાલત બિસ્માર જોવા મળી હતી.કુડાસણ વિસ્તારના  આતંરિક માર્ગ છેલ્લા ઘણા સમયથી ઉબડખાબડ હોવાથી તેને રિપેરીંગની કામગીરી થોડા દિવસો પહેલા શરૃ કરવામાં આવી હતી.પરંતું આંતરિક માર્ગની કામગીરી અડધેથી મુકી દેવાતા રોજ અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થવું પડી રહ્યું છે.લોકોએ વહેલી તકે આ માર્ગની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે. ગાંધીનગરમાં કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં સ્થાનિકોને સગવડો મળી રહે તે માટે  તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. પરંતું  નબળી કામગીરીના કારણે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન ગાંધીનગર શહેરમાં રોડ રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે.  ગાંધીનગરમાં સમાવિષ્ટ કુડાસણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતરિક માર્ગની હાલત બિસ્માર જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા થોડા સમય અગાઉ  સહજાનંદ સીટી થી રાધે બંગ્લોઝ જવાના આંતરિક  માર્ગના રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. પરંતું આંતરિક માર્ગની કામગીરી અડધેથી મુકી દેવાતા રોજ અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થવું પડી રહ્યું છે.કુડાસણ વિસ્તારમાં પાયાની જરૃરિયાતના અભાવના કારણે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આતરિક માર્ગ પર રોજબરોજના મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે.પરંતું આ માર્ગની અધઉરી કામગીરીના પગલે સ્થાનિકો તેમજ રોજબરોજ અવરજવર કરતા વાહનચોલકોને ત્રસ્ત થયા છે.રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.રાત્રીના સમયમાં પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આંતરિક માર્ગની હાલત ખરાબ હોવાના કારણે વાહનનો સ્પીટ થવાની સમસ્યાઓ પણ વધી ગઈ છે.અમુક વાહનોને પચર પડવાની સમસ્યા વધી ગઈ છે.ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે આ આંતરિક માર્ગની કામગીરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે.

(5:14 pm IST)