Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જયેશ સેજપાલે મુબંઈ,આગ્રા, કેરળ સહિત ઇન્ડિયામાં કરોડોની ઉઠાંતરી કરી હાહાકાર સર્જેલ

દેશભરની ફાઈવસ્ટાર હોટેલમાં ઉતારી અદભૂત ચાલાકી કરતા મૂળ સૌરાષ્ટ્રના જોડિયા પંથકના વીવીઆઇપી ચોરના ગુનાહિત જીવનની ગાથા બંટી બબલી ફિલ્મથી ચઢિયાતી છે : પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ એસીપી આર.આર સરવૈયા ટીમ દ્વારા થયેલ કાર્યવાહીની કહાણી અકિલા સમક્ષ ખુદ આર.આર. સરવૈયા દ્વારા જ વર્ણવાઈ

 

 રાજકોટ તા.૬,  સુરતને  ડ્રગ્સ મુકત બનાવવાના ભાગરૂપે પરપ્રાંતીયો ડ્રગ માફિયાઓની સાથે સાથે આંતર રાજ્ય ગુનેગારો પર વોચ રાખવાની સુરત પોલીસ કમિશનરની રણનીતિ મુજબ જડબેસલાખ રીતે ક્રાઇમબ્રાન્ચ દ્વારા અમલ કરી બાતમીદારોનું નેટવર્ક કામે લગાડવાના પગલે દેશની વિવિધ ફાઈવ સ્ટાર હોટેલમાં મોટા વેપારી તરીકે રોકાઈ લગ્ન પ્રસંગ તથા મોટી પાર્ટી પ્રસંગે આમંત્રિત માફક ઊભા રહી મહેમાનો સાથે ભળી જઈ તેમના નામ અને રૂમ નંબરની માહિતી મેળવી ત્યારબાદ પોતે જાણે રિસેપ્સનમાંથી બોલતો હોય તે રીતે ખૂબ હિંમતપૂર્વક બહાનું કાઢી રૂમની ચાવી માંગી અને લોકર ખોલવા પ્રયત્નો કરતો પરંતુ લોકર ન ખૂલે ત્યારે રિસેપ્શન પર ફોન કરી પોતે કોડ ભૂલી ગયો હોવાનું જણાવી સ્ટાફ મારફત લોકર ખોલાવી કરોડોના ઝવેરાત સાથે આસાનીથી મૂળ જોડિયા પંથકનો અને ગુજરાતમાં વાપી ખાતે રહેતો જયેશ સેજપાલ ગૂમ થઇ જતો તેમ વીવીઆઇપી આંતર રાષ્ટ્રીય ચોર જયેશ સેજપાલની ગુનાહિત જીવનની ગાથા અકિલા સમક્ષ વર્ણવતા સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયા દ્વારા જણાવ્યું હતું.

 એસીપી આર.આર.સરવૈયા દ્વારા આરોપીના કારનામા અંગે વિશેષ પ્રકાશ પડતા જણાવ્યું હતું કે,આરોપી ગુન્હો કરવાના કોઈ સીમાડા નથી, તે પર પ્રકાશ પડેલ

ગુનાહીત ઇતિહાસઃ

. સને ૨૦૦૩મા મુંબઇ ખાતેની હોટલમાંથી લેપટોપ ચોરી કર્યાના ગુનામાં પકડાયેલ છે. . સને ૨૦૦૫ માં આગ્રા ખાતેની હોટલમા રોકાઈ ત્યાથી રૂ.૧૭૦૦ ડોલરની ચોરી કર્યાના ગુનામાં પકડાયેલ છે. . સને ૨૦૧૯ મા હૈદરાબાદ ખાતેની હોટલમાંથી ૫૦૦ ગ્રામ ગોલ્ડની ચોરી કર્યાના ગુનામા પકડાયેલ છે. .કોઇમબતુર ખાતેની હોટલમાંથી ૧૫૦ ગ્રામ ગોલ્ડ જ્વેલરી ચોરી કર્યાના ગુનામા પકડાયેલ છે. . કેરલા ખાતેની હોટલમાંથી ૧૨૫ ગ્રામ ગોલ્ડ જવેલરી ચોરી કર્યાના ગુનામાં પકડાયેલ છે. . વિશાખાપટ્ટનમ ખાતેની હોટલમાંથી રોકડ તથા ગોલ્ડ જ્વેલરી ચોરી કર્યાના ગુનામાં પકડાયેલ છે.

ડીટેકટ થયેલ ગુનાઃ

(૧)જયપુર શહેર, જવાહર સર્કલ પો.સ્ટે ગુરન ૬૦૫/૨૦૨૧ ઈં.પી.કો.કલમ ૪૫૪,૩૮૦,૧ ૨ ૦(બી) (ઘરફોડ ચોરી) (૨) ઉદયપુર શહેર ખાતેની હોટલમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક થયેલ છે.

 મજકુર આરોપીને યુકિત-પ્રયુકિત મુજબ પુછુપરછ કરતા જણાવે છે કે, આજથી ચાર-પાંચ દિવસ પહેલા રાજસ્થાનના જયપુર શહેરમા આવેલ ફાઇવસ્ટાર હોટલ કલાર્કસમા ચોરી કરવાના ઇરાદે જઇ ત્યા આગળ રૂમ નંબર ૪૩૭ મા રાહુલ નામના ઇસમનુ લગ્ન હોવાની માહીતી મેળવી સાંજના સમયે રૂમવાળા બહાર ગયેલ હતા ત્યારે રૂમનો દરવાજો ખોલી રુમની તિજોરી ખોલી તેમાંથી કીમતી ધરેણાઓની ચોરી કરી નાશી ગયેલ હતો. વિગેરે હકીકત જણાવેલ છે.

 કબ્જે કરેલ વસ્તુઓઃ

સોનાના કંગન ગુલાબના ફુલના ડીઝાઇનવાળા નંગ- ૨ . સોનાનો હાર રાણી એલીઝાબેથ ૫૦ ડોલર ૧૯૪૭ લખેલ ડીઝાઇનવાળો છે. .  સાચા કલચર મોતી માળામા સોનાનું હીરા જડીત પેન્ડલ છે નંગ- ૧. સોનાનો હીરાજડીત, બ્લ્યુ પન્ના સ્ટોન જડીત હાર તથા કાનનુ બુટ્ટી સાથેનો સેટ નંગ- ૧ . ડાયમન્ડ જડીત સોનાનો હાર સફેદપોલીશ વાળો છે નંગ- ૧. હીરાજડીત સોનાનો પાટલો નંગ- ૧ . સફેદ ધાતુના અમેરીકન ડાયમન્ડ જડીત કંગન નંગ-૨ . સેમસંગ કંપનીના મોબાઇલ ફોન નંગ- ૨ .રોકડા રૂ. ૩૭૯૫૦

(2:59 pm IST)