Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગ્રામ પંચાયતોમાં ફોર્મ ચકાસણી : કાલે ચિત્ર સ્પષ્ટ

સમરસ કરાવવા જબ્બર પ્રયાસો : રાજકોટ જિલ્લામાં ૬૨ પંચાયતો અને ૧૪ સરપંચો બિનહરીફ

રાજકોટ,તા. ૬ : રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રકિયા ચાલી રહી છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે. આજરોજ ફોર્મ ફોર્મ ચકાસણી થઇ રહી છે. તા. ૭મીએ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. તે દિવસે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
રાજ્યમાં ૧૦,૮૭૯ જેટલી પંચાયતે અને ૧૦,૨૮૪ સરપંચ પદ માટે ચુંટણી જાહેર થઇ છે. શનિવાર સવાર સુધીમાં સભ્યપદ માટે રાજ્યમાં ૭૧,૬૮૩ સરપંચ પદ માટે ૨૧,૬૦૧ ફોર્મ રજુ થયા હતા. રાજકીય આગેવાનો દ્વારા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ (બિનહરીફ) કરાવવા પ્રયાસો થઇ રહ્યા છે. ચુંટણી માટે ૧૯ ડિસેમ્બર જાહેર થયેલ છે. મતગણતરી તા. ૨૧મીએ થશે. ચુંટણી કોઇ પક્ષના નિશાન પર લડાતી નથી ગ્રામીણ ક્ષેત્રે રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે.
રાજકોટ જિલ્લામાં ૬૨ આખી પંચાયતો અને ૧૪ સરપંચ બિનહરીફ થયા છે. આવતીકાલ સુધીમાં વધુ પંચાયતો અને સરપંચો બિનહરીફ થાય તેવા ભાજપ પ્રેરિત પ્રયાસો છે.


 

(11:13 am IST)