Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પાટીદાર અનામત આંદોલન કેસ મુદ્દે ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાંજે પાટીદાર આગેવાનોની ખાસ બેઠકઃ નરેશભાઈ પટેલ તથા ઉંંઝા ઉંમિયામાતા મંદિરના પ્રતિનિધિ ઉંપસ્થિત રહેશે

પાસના આગેવાનો અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા સહિતના ઉંપસ્થિતિમાં વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરાશે : સંભવતઃ મીટીંગમાં કોઈ સુખદ નિર્ણય આવી જવાની શકયતા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૬ :. પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ મુદ્દે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને પાટીદાર આગેવાનોની ખાસ બેઠક યોજાઈ છે. જેમાં ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલ પણ ખાસ ઉંપસ્થિત રહેશે.
પાટીદાર અનામત આંદોલન વખતે સરકાર દ્વારા જુદા જુદા બનાવમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસ પાછા ખેંચવા બાબતે રાજ્ય સરકારમાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. આ કેસના અનુસંધાને આજે સાંજે ૬.૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને પાટીદાર આગેવાનોની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલ, ઉંમિયા માતા ઉંંઝાના પ્રતિનિધિ તથા પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા સહિતના ઉંપસ્થિત રહેશે.
આ મીટીંગમાં પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા તથા શહિદ યુવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપવી સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને રાજ્ય સરકાર સમક્ષ આ તમામ મુદ્દે રજૂઆત કરીને ન્યાયની માંગણી કરાશે.
આ અગાઉં આ મુદ્દે અનેક વખત ઉંંઝા ઉંમિયામાતા અને ખોડલધામ-કાગવડના માધ્યમથી રજૂઆતો થયેલ. સંભવિત આજે તેનો સુખદ ઉંકેલ આવે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદારોના હિતમાં મોટો નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે.


 

(10:58 am IST)