Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઈસનપુર વિસ્તારમાં આવાસ યોજનાના નામે 30થી વધુ મહિલાઓ સાથે સસ્તા અનાજ દુકાનદાર દ્વારા છેતરપીંડી

સસ્તા અનાજ દુકાન ધારક 30 મહિલાઑ પાસેથી 30-30,હજાર લીધા પછી દુકાનનું શટર પાડી રફુચક્કર:પરિવારને સરપ્રાઈઝ આપવા માંગતી મહિલાઑ છેતરપીંડીનો ભોગ બની

અમદાવાદ :ઈસનપુર વિસ્તારમાં આવાસ યોજનાના નામે મધ્યવર્ગની 30થી વધુ મહિલાઓ સાથે સસ્તા અનાજ દુકાન ધારક દ્વારા ઠગાઈ કરવામાં આવી.ગરીબ મહિલાઓ અનેક સમયથી ફરિયાદ કરવા માંગતી હતી પણ પોલીસ આરોપીઓને છાવરવામાં વ્યસ્ત હતી.આખરે છ માસ બાદ પોલીસે ફરિયાદ નોંધી. થોડા સમય બાદ મહિલાઓને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં આ અગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ઈસનપુરમાં આવેલા કામેશ્વર કોમ્પલેક્ષમાં સસ્તા અનાજની દુકાન ધરાવનાર નિશા શાહ દ્વારા પહેલા આ બહેનોને 20 હજારમાં બીપીએલ કાર્ડ કાઢીને તમામ મહિલાઓને વિશ્વાસમા લીધા અને બાદમાં  મુખ્યમંત્રી આવાસના મકાન સસ્તામાં અપાવશે તેમ કહી 30થી વધુ બહેનો સાથે ઠગાઈ કરી.કેટલીક મહિલાઓ પાસે 20 હજાર, 30 હજાર અને 50 હજાર સુધીની રોકડ લઈ લીધી અને પોતાની સસ્તા અનાજની દુકાનની રસિદો પણ આપી દિધી. જોકે બે વર્ષ વિતિ ગયા છતા મહિલાઓને મકાન ન મળતા આખરે ભાન થયુ કે આ માતા દીકરી બધાનુ ફુલેકુ ફેરવી દુકાન બંધ કરી નાસી ગયા છે. છ માસથી પોલીસસ્ટેશન ના ધક્કા ખાતી મહિલાઓ ને માત્ર હજુ 50 ટકા જ ન્યાય મળ્યો.કારણકે પોલીસે માત્ર હજુ ફરિયાદ નોંધી પણ સામાન્ય મહિલાઓ આરોપી હોવા છતાંય પોલીસે આરોપીની ધરપકડ કરી નથી.

ભોગ બનનાર બહેનો  ઘરકામ કરી એક એક રૂપિયો ભેગો કરીને નીશા શાહને રૂપિયા આપ્યા હતા અને પોતાના સ્વજનોને આ મકાન જ્યારે મળે ત્યારે સરપ્રાઈઝ આપવા માગતા હતા પણ તેઓને સ્વપને પણ ખ્યાલ નહોતો કે તેમની પરસેવાની કમાણી ની છેતરામણી થશે. રૂપિયા આપ્યા ને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ ભોગ બનનાર મહિલાઓની ધિરજ ખુટતી ગઈ.ત્યારે નીશા શાહની દુકાને પહોચ્યા તો દુકાનને તાળા અને ફોન ઉપાડવાનુ પણ બંધ કરી દિધુ ત્યારે આખરે મહિલાઓ દ્વારા ન્યાય મેળવવા માટે ઈશનપુર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી જે આધારે હવે ગુનો દાખલ કરાયો છે.

મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો સસ્તા મળશે તેની લાલચે 20 જેટલી બહેનોએ પોતાની જમા પુંજી આપી દિધી અને છેતરપીંડીનો ભોગ બની ત્યારે હવે આ બહેનો ન્યાયની આશ સાથે પોલીસ પર ભરોષો રાખીને બેઠી છે જોકે પોલીસ પણ કાઈ નક્કર કામ ન કરતા બહેનોની મુઝવણ વધી છે. આ કૌભાંડમાં માત્ર 30 જેટલી જ મહિલાઓ નહિ પણ અનેક લોકો ભોગ બની ચુક્યા છે. ત્યારે આ બહેનોની ન્યાય મળશે કે નહિ તે સવાલ છે.પ્રાથમિક તપાસમાં આરોપી બંન્ને મહિલાઓમાંથી નિશાબેન શાહનું કોરોનામાં મૃત્યુ થયુ છે.તથા હેલીબેનને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

(10:21 pm IST)