Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સુરતમાં વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ

રાંદેર તાડવાડીની શ્રીનાથ સોસાયટીમાં 17 વર્ષિય પુત્ર સહિત માતા-પિતાને કોરોના લાગતાં તંત્ર દોડતું

સુરત: રાંદેર તાડવાડીની શ્રીનાથ સોસાયટીમાં 17 વર્ષિય પુત્ર સહિત માતા-પિતાને કોરોના લાગતાં તંત્ર દોડતું થઈ ગયું છે. આખી સોસાયટી કન્ટેઇન્મેન્ટમાં મુકાઈ છે. નવા 7 કેસમાંથી 20થી ઓછી વયના 3 લોકો છે. પોઝિટિવ આવેલા દંપતીએ રસીના બંને ડોઝ લીધા હતા. રાંદેર તાડવાડીની શ્રીનાથ સોસાયટીમાં રહેતા પરિવારમાં પતિ પત્ની અને પુત્ર (17) કોરોના પોઝિટિવ આવતા સોસાયટીને ક્લસ્ટર કરાઈ હતી. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને પતિ-પત્નીએ બંને ડોઝ લીધા છે. પાલિકાના જણાવ્યા પ્રમાણે શુક્રવારે 11થી 20 વર્ષની ઉંમરના પોઝિટિવ પૈકી 2 લોકો રાંદેરમાં અને 1 અઠવા ઝોનમાંથી છે. જ્યારે અન્ય 31-40 વર્ષ વચ્ચેની 1 વ્યક્તિ રાંદેરમાં, 41-50 વર્ષ વચ્ચેની 1 વ્યક્તિ વરાછા -બીમાં અને 50 વર્ષથી વધુ ઉંમરની એક વ્યક્તિ અઠવા ઝોનમાં છે.છાપરાભાઠા-વરીયાવ રોડના તાડવાડી સ્થિત શ્રીનાથ સોસાયટીમાં માતા-પિતા અને 17 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતા તમામને હોમ આઇસોલેટ કરાયા છે. જોકે પાલિકાને આ સંક્રમણની ટ્રાવેલ હિસ્ટ્રી ન મળતાં પ્રથમ સંક્રમિત થયેલી ગૃહિણી માતાની અવર-જવર અને કોને મળતાં હતાં? તે ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી. ગૃહિણીને ત્રણ દિવસ પહેલા શર્દી-ખાંસ અને તાવ હોવાથી ચેકિંગ કરાવ્યું હતું. તેવી જ રીતે વેસુની સેલેબ્રિટી ગ્રીન સોસાયટીના યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ સંપર્કમાં રહેતા 15 વર્ષના પુત્રનું ટેસ્ટિંગ કરાયું હતું. જે પોઝિટીવ આવ્યો હતો.શુક્રવારે શહેરમાં કોરોનાના નવા 6 અને જિલ્લામાં નવો 1 કેસ આવ્યો હતો. આમ, શહેરમાં કુલ કેસ 111843 થયા છે. શુક્રવારે અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ ઉંમરના લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે અથવા ઝોનમાંથી 2,રાંદેર ઝોનમાંથી 3 અને વરાછા બી ઝોનમાંથી 1 કેસ સામે આવ્યો હતો.હાલ શહેરમાં એક્ટિવ કેસ પૈકી 7 લોકો અલગ અલગ હોસ્પિટલમાં છે. શહેર જિલ્લામાં કુલ 25 એક્ટિવ કેસ છે.હાલ શહેર જિલ્લા મળી 1,44,061 લોકો પોઝિટિવ આવી ચુક્યા છે. અલબત્ત ઘણા દિવસથી શહેર-જિલ્લામાં એકપણ દર્દીનું મોત નોંધાયું નથી.

(9:30 pm IST)