Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વડોદરા પોલીસની બુટલેગર પાસે હપ્તાબાજીનો વીડિયો વાયરલ

હપ્તાખોર કોન્સ્ટેબલના નિવેદન લેવાયા : વડોદરાના દંતેશ્વર ગામમા રહેતા બુટલેગર પરીવાર પાસેથી હપ્તો લેતા કેમેરામાં પોલીસ જવાનો કેદ થયા હતા

વડોદરા, તા.૫ : ગુજરાતમાં દારૂનો વ્યાપાર હવે જાણે પોલીસ અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ચુકેલો છે. એક પછી એક પોલીસની સંડોવણીથી ચાલતા હોય તેવા અનેક વીડિયો અને ઓડિયો સામે આવતા રહે છે. ગુજરાતમાં પોલીસના ઓથાર હેઠળ જ તમામ દારૂના ધંધાઓ ચાલતા હોય છે. તેવામાં ત્રણ કોન્સ્ટેબલોનો બુટલેગર પાસેથી નાણા લેવાનો એક વધારે વીડિયો વાયરલ થયો છે. વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનના ત્રણ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ, જીગ્નેશ અને અજીતસિંહનો લાંચ લેતા હોવાનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.  વડોદરા પોલીસની બુટલેગર પાસે  હપ્તાબાજીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બુટલેગર મહિલા પાસેથી હપ્તો લેતા પોલીસ જવાનોનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. દંતેશ્વરગામમા રહેતા બુટલેગર પરીવાર પાસેથી હપ્તો લેતા કેમેરામાં પોલીસ જવાનો કેદ થયા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કોન્સ્ટેબલો હપ્તો લેતા સ્થાનિકોએ વિડીઓ ઉતાર્યો હતો. વિડીઓ વાયરલ થતા આખરે પોલીસ અધિકારીએ ભારે હૈયે કાર્યવાહી કરવી પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મામલે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. ડી સ્ટાફના ત્રણ કોન્સ્ટેબલો વિરુદ્ધ તપાસ શરૂ કરવામા આવી છે.

દંતેશ્વરગામમા રહેતા બુટલેગર પરીવાર પાસેથી હપ્તો લેતા કેમેરામાં કેદ થયા પોલીસ જવાનોનો વીડિયો વાયરલ થયા બાદ એસીપીએ ડી સ્ટાફનાં ત્રણેય કર્મચારીઓને નિવેદન લેવા માટે બોલાવ્યા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કોન્સ્ટેબલો હપ્તો લેતા સ્થાનિકોએ વીડિઓ ઉતાર્યો હતો. હાલ નિવેદન બાદ એસીપી દ્વારા આગળની તપાસ ચાલુ કરવામાં આવશે. ડી સ્ટાફના ત્રણ કોન્સ્ટેબલો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર મામલે એસીપી તપાસ ચાલી રહી છે તેવો સરકારી જવાબ અપાઇ રહ્યો છે. જો કોન્સ્ટેબલો દોષીત સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપી રહ્યા છે.

(8:57 pm IST)