Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સુરતના વેપારીનું અપહરણ કરીને 56 લાખની ખંડણી માંગવાના કેસમાં ટામેટા ગેંગનો વધુ એક વોન્ટેડ આરોપી યુપીથી ઝડપાયો

અગાઉ ગેંગના ચાર લોકો પકડાયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા

 

સુરતના વેપારીનું અપહરણ કરી રૂપિયા 56 લાખની ખંડની માંગવાના કેસમાં ટામેટા ગેંગની સંડોવણી ખુલતા પોલીસે ગેંગના ચાર લોકોને અગાઉ પકડી પાડ્યા હતા બાદ વધુ એક આરોપી છેલ્લા મહિનાથી નાસ્તો ફરતો હતો આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે

  તે છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો. તેણે સુરતના એક વેપારીનું પોતાના સાગરિકો સાથે અપહરણ કરી તેમની પાસેથી રૂપિયા 56 લાખની ખંડણી માંગવામાં આવી હતી.

  ઘટનામાં વેપારી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા, પોલીસે તત્કાલિન ટામેટા ગેંગના મુખ્ય આરોપી મુઝફ્ફર ઉફે આસિફ ટામેટા, અસગરઅલી ઉફે અજ્જુ ટામેટા, સંદીપ ગુપ્તા અને શાહરુખ શાહ નમના ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. ગેંગનો શહેરમાં લાંબા સમયથી ત્રાસ હોવાને લઈને પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, પણ ગેંગનો એક આરોપી પોલીસ પકડથી દૂર હતો

   જોકે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી પોતાના વતન ખાતે આવેલ ઘરે સંતાઈને બેઠો છે. બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પડ્યો હતો અને સુરત ખાતે લઇ આવી છે. તમને જણાવી દઈએ કે, ગેંગના તમામ સભ્ય ગુનાહિત ઇતિહાસ ધરવતા છે, અનેક ગંભીર ગુનામાં અગાવ પણ પોલીસના હાથે ઝડપાઇ ચૂકયા છે, ત્યારે પોલીસે ઝડપેલ ઇમરાન ઉફે સીદીકી વિરુદ્ધ પણ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં બે અને ઉમરમાં બે ગુનામાં નાસ્તો ફરતો હતો. તેના પર લીબાયતમાં 4 ગુના અને ક્રાઇમ બ્રાન્ચ એક ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી ચૂકયા છે, ત્યારે હાલ આરોપીની પોલીસે વધુ પૂછપરછ આદરી છે.

(12:06 am IST)
  • પોલેન્ડમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ : છ લોકોના મોત : બે લાપતા : પોલેન્ડના દક્ષિણમાં એક સ્કી રિસોર્ટના ઘરમાં ગેસ પાઇપ લાઇનમાં થયો વિસ્ફોટ : બે લોકોના મોત : અનેક લોકો ઘાયલ access_time 1:25 am IST

  • જાણીતા ઉદ્યોગપતિ કે એમ. બિરલાએ કહ્યું કે મોદી સરકાર જો કોઈ રાહતો નહિં આપે તો વોડાફોન - આઈડિયા બંધ કરી દેવા પડશે access_time 12:55 pm IST

  • સોમવારે રાજ્યના મહેસુલ કર્મચારીઓની હડતાલ : પડતર પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા મહેસુલ કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામશે : મહેસુલ સચિવે ઉધ્ધત વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ access_time 1:15 am IST