Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

આણંદ શહેરના જુદા જુદા ક્ષેત્રોમાં અશાંત ધારો લાગુ

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા નિર્ણય : સરકારને જિલ્લા કલેક્ટર તરફથી મળેલ દરખાસ્ત સદર્ભે વિચારણા બાદ નિર્ણય : વિવિધ કડક જોગવાઈઓ અમલી

અમદાવાદ,તા. : મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં કાર્યરત રાજ્ય સરકારે વ્યાપક જનહિત તથા  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઇઓ અમલી કરવાનો નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ આણંદ જિલ્લા કલેક્ટર તરફથી રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલી દરખાસ્તની ગહન વિચારણા બાદ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સ્તસંગ, આઈઆરઆઈએસ હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે.

                  આ ઉપરાંત આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ, સીપી કોલેજ, ૧૦૦ ફૂટના રોડ, રોયલ પ્લાઝા, ઇન્દિરા સ્ટેચ્યૂ, ગ્રિડ, પિપલ મેડિકેર સોસાયટી, બેઠક મંદિર, જૈન સોસાયટી, મહાવીર પાર્ક, મહાવીર સોસાયટી સામેના વિસ્તાર, આણંદ વિદ્યાનગર રોડ, ટાઉન હોલ, પંચાલ હોલ, ગોપી સિનેમા વિસ્તાર, અવકુડા રોડ, બિગ બઝાર, ૮૦ ફૂટના રોડ, ડીઝેડ હાઇસ્કૂલ, ઋતુ આઇસક્રીમ, એચએમ પટેલ સ્ટેચ્યૂ, મોતીકાકા ચાલી પાસેનો વિસ્તાર તેમજ ઝાયડસ હોસ્પિટલ, પનઘટ હોટલ, નિશાંત આઇ હોસ્પિટલ, હિમાલયા હોસ્પિટલ તથા હિમાલયા ટાઉનશિપ પાછળના વિસ્તારમાં અશાંત ધારાની જોગવાઇઓ અમલી બનાવાઇ છે. જોગવાઇઓને કારણે હવેથી વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી અંગે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગીમંજૂરી લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે વિસ્તારોમાં ભૂતકાળમાં કોમી તંગદિલીનું નિર્માણ કરનારા ગુનાઓ નોંધાયા છે. વિસ્તારોમાં અનેક ધાર્મિક સંસ્થાઓ પણ આવેલી છે,

                 જેના કારણે ધાર્મિક હેતુઓથી અવરજવર કરતા લોકોની સંખ્યા સવિશેષ રહે છે, તેથી ભવિષ્યમાં કોમી અશાંતિ સર્જાવાની સંભાવના રહેલી હતી. આણંદ શહેરના વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ તથા સામાજિક આગેવાનો દ્વારા કરાયેલી વિવિધ રજૂઆતો અને આવેદનોના પગલે વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અશાંત ધારો અમલમાં લાવવાની રાજ્ય સરકારને રૂરિયાત જણાઈ હતી. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ તમામ કોમ વચ્ચે એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે આણંદ જિલ્લા કલેક્ટરે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા કરેલી દરખાસ્તને રાજ્ય સરકારે અનુમોદન આપી, બૃહદ જનહિતને ધ્યાને લઇને આણંદ શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

કઠોર જોગવાઈ અમલી

*          આણંદ શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજુરી

*          આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સ્તસંગ, આઈઆરઆઈએસ હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો

*          સ્થાવર મિલકતોની તબદિલી અંગે જિલ્લા કલેક્ટરની પૂર્વ પરવાનગી લેવી પડશે

(9:44 pm IST)
  • રાત્રે 11-40 કલાકે ઉન્નાવ ગેંગરેપ પીડીતાએ અંતિમ શ્વાસ લીધા:પીડિતા દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ખુબ જ નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર હતી : ડોક્ટરોએ હરસંભવઃ કોશિશ કરી પરંતુ નિષ્ફ્ળ રહ્યાં : રાત્રે 8-30 બાદ પીડિતાની સ્થિતિ ખુબ જ ખરાબ બની હતી:હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું આજે એન્કાઉન્ટર થયું જયારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને અપરાધીઓએ સળગાવી નાખી હતી : 20 વર્ષીય પીડિતાને લખનૌ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર બનાવી દિલ્હીમાં સારવાર માટે લવાઈ હતી access_time 1:09 am IST

  • સોમવારે રાજ્યના મહેસુલ કર્મચારીઓની હડતાલ : પડતર પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા મહેસુલ કર્મચારીઓ હડતાલનું શસ્ત્ર ઉગામશે : મહેસુલ સચિવે ઉધ્ધત વર્તન કર્યું હોવાના પણ આક્ષેપ access_time 1:15 am IST

  • પોલેન્ડમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ : છ લોકોના મોત : બે લાપતા : પોલેન્ડના દક્ષિણમાં એક સ્કી રિસોર્ટના ઘરમાં ગેસ પાઇપ લાઇનમાં થયો વિસ્ફોટ : બે લોકોના મોત : અનેક લોકો ઘાયલ access_time 1:25 am IST