Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

તસ્કરોને ઠંડી માફક આવી: ગાંધીનગરમાં બે મકાનમાં લાખોની લૂંટ

ગાંધીનગર:  શહેર તેમજ જિલ્લામાં ઠંડી શરૂ થતાંની સાથે તસ્કર ટોળકીએ ત્રાટકવાનું શરૂ કર્યું છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા પ્રાંતિયા ગામમાં ત્રાટકેલી તસ્કર ટોળીએ બે બંધ મકાનને નિશાન બનાવ્યા હતા જેમાંથી તસ્કરો લાખો રૂપિયાના દાગીના ચોરી ગયા હતા. ચોરી કરીને પરત જઈ રહેલા થી સાત તસ્કરોને ગ્રામજનોએ પડકારતાં તેમણે ફાયરીંગ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. મામલે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા દોડધામ શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયેલા ચોરીના સિલસિલાને પગલે હવે ગ્રામજનોને ઉજાગરા શરૂ કરાવી દીધા છેગાંધીનગર જિલ્લામાં આમતો છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો અટકી ગયા છે પરંતુ હવે શિયાળો શરૂ થતાંની સાથે તસ્કરોએ જિલ્લામાં પગરવ માંડી દીધા છે. શહેરી વિસ્તારની સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કર ટોળીએ તરખાટ મચાવવાનું શરૂ કરી દીધું છે. શહેર નજીક ચિલોડા પંથકના પ્રાંતિયા ગામને તસ્કરોએ નિશાન બનાવ્યું છે અને એક રાતમાં બે બંધ મકાનોના તાળાં તોડી તેમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની મળતી વિગતો પ્રમાણે પ્રાંતિયા ગામે જોગણી માતાના મંદિર પાસે રહેતા અલ્પેશજી ઉમેદજી ઠાકોર પોર મુકામે લગ્ન પ્રસંગે ગયા હતા અને દરમ્યાનમાં તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઉપરાંત તસ્કરોએ તેમની બાજુમાં આવેલા હિતેશજી રમણજી ઠાકોરને પણ નિશાન બનાવી તેમાંથી સોના ચાંદીના લાખો રૂપિયાના દાગીનાની તસ્કરી કરી હતી. રાત્રીના બે વાગ્યાના અરસામાં ત્રાટકેલા તસ્કરો દોઢ કલાક સુધી બન્ને મકાનોમાં રોકાયા હતા અને મુદ્દામાલ ચોરી કર્યા બાદ કેટલાક ગ્રામજનોએ સાતથી આઠ તસ્કરોને જોયા હતા. જેથી ચોર.. ચોર.. ની બુમો પાડતા અન્ય લોકો પણ જાગી ગયા હતા અને તસ્કરોનો પીછો કરતાં તે પૈકી એક તસ્કરે તેના હાથમાં રહેલા દેશી તમંચા વડે હવામાં ફાયરીંગ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જેના પગલે ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હોવાનું જણાયુ હતું. ઘટના અંગે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ગ્રામજનો પાસેથી વિગતો મેળવી હતી. હાલ તો અંગે પોલીસે અલ્પેશજીની ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોને પકડવા દોડધામ શરૂ કરી છેગ્રામ્ય વિસ્તારોમાં હવે તસ્કર ટોળકી સક્રિય થતાં પોલીસ માટે પણ ચિંતાનો વિષય ઉભો થયો છે. શિયાળાની ઋતુ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો પગપેસારો હાલ તો સારા સંકેત આપી રહયો નથી

(4:33 pm IST)
  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST

  • રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમની કલેકટરો સાથે પ્રથમ વીસીઃ ર૬ જાન્યુઆરીએ મગફળી સહિતના મુદે કરી સમીક્ષા... : રાજયના નવા મુખ્ય સચિવ અનિલ મુકીમે આજે રાજકોટ કલેકટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રથમ વીસી યોજી હતીઃ રાજકોટમાં ર૬ જાન્યુ.ની રાજયકક્ષાની ઉજવણી-મગફળી ખરીદી- કાયદો વ્યવસ્થા-ખેતીને નુકશાન-મહેસુલ કામગીરી- પંચાયતી કામગીરી સહિતના મુદે સમીક્ષા યોજી... access_time 3:38 pm IST

  • ઉત્તરી સીરિયામાં તુર્કીના કાફલા પર બોમ્બથી હુમલો : ઉતરી સીરિયાના તુર્ક સમર્થિત લડાકુઓના નિયંત્રણવાળા ક્ષેત્રમાં એક તુર્કી કાફલાને નિશાન બનાવાયું : કાર બોમ્બથી હુમલો access_time 1:25 am IST