Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બાઈક સ્લીપ થતા સુરતમાં બે મિત્રો પૈકી એકનું મોત

સુરત: ભીમરાડ કેનાલ રોડ પર ગઈકાલે રાત્રે બાઇક ડીવાઇડર સાથે અથડાયા બાદ સ્લીપ થઇ જતા ગંભીર ઇજા પામેલા બે મિત્ર પૈકી વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ચીકુ વાડી પાસે અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષીય મયુર સંભાજી પાટીલ તેના  મિત્ર કરણ સાથે ગઈકાલે રાત્રે મોટરસાયકલ પર કામ અર્થે નીકળ્યો હતો. તે સમયે ભીમરાડ કેનાલ રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાસે મોટરસાયકલ રોડના ડીવાઇડર સાથે અથડાયા બાદ સ્લીપ થતા બંનેને  ઈજા થઈ હતી. જેમાં ગંભીર ઇજા પામેલા મયુરનું  ઘટનાસ્થળે મોત નીપજયું હતું .જયારે ઇજા પામેલા કરણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.નોંધનીય છે કે મયુર આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતો હતો. તેનો એક ભાઈ છે. તેના પિતા કાપડાના કામકાજ સાથે સંકળાયેલા છે. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:30 pm IST)
  • જાણીતા ઉદ્યોગપતિ કે એમ. બિરલાએ કહ્યું કે મોદી સરકાર જો કોઈ રાહતો નહિં આપે તો વોડાફોન - આઈડિયા બંધ કરી દેવા પડશે access_time 12:55 pm IST

  • પોરબંદરમાં સાંજે વાદળી વરસી ગઇ : પોરબંદરઃ આજે ૬ વાગ્યા બાદ એક વાદળી વરસી ગયેલ અને માત્ર રોડ ભીના થયેલ હતા. શહેરમાં સવારથી ધાબળીયું વાતાવરણ છે. access_time 8:23 pm IST

  • સોમવારે સંસદમાં નાગરિકતા સંશોધન ખરડો રજૂ થશે :ભાજપે તમામ સભ્યોને હાજર રહેવા વહીપ આપ્યો: કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી ચુકી છે access_time 12:44 am IST