Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ગળતેશ્વર તાલુકાના રોઝવા ગમે નજીવી બાબલે બે પરિવારો વચ્ચે મારામારી

ગળતેશ્વર:  તાલુકાના રોઝવા ગામમાં આજરોજ સવારના સમયે મહિલા પર બાઈક નાંખવા મુદ્દે બે પરિવારો આમને સામને આવી ગયાં હતાં. સામાન્ય પ્રશ્ને થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષોના મળી કુલ બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષોની ફરીયાદ લઈ કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના રોઝવા ખાતે નવીનગરી વિસ્તારમાં રહેતાં મખ્દુમહુસેન યાસીનમીયાં શેખ આજરોજ સવારના આઠ વાગ્યાના અરસામાં ગામમાં આવેલ પાનના ગલ્લે મસાલો લેવા માટે બાઈક લઈને નીકળ્યાં હતાં. જો કે તે તરફનો રસ્તો બંધ હોય તેઓને બીજા રસ્તેથી નીકળવું પડ્યું હતું. જે બાદ બીજા કામ માટે પણ તે રસ્તેથી પસાર થતાં હતાં. તે વખતે વિસ્તારમાં રહેતાં સદ્દામમીયાં યાસીનમીયાં શેખે તેમનું બાઈક રોક્યું હતું. અને ગમેતેમ ગાળો બોલી તે મારી પત્ની ઉપર બાઈક કેમ નાંખ્યુ તેમ કહી મખ્દુમહુસેનને ગડદાપાટુનો મારમારવા લાગ્યો હતો. સદ્દામમીયાંનું ઉપરાણું લઈ ફરીદમીયાં અજગરમીયાં શેખ, સબ્બીરમીયાં મુનાવરમીયાં શેખ અને ઈસ્માઈલમીયાં મુનાવરમીયાં શેખ ત્યાં આવી જઈ મખ્દુમહુસેન શેખને માર મારવા લાગ્યાં હતાં. આસપાસ લોકોની ભીડ એકત્રિત થઈ જતાં ચારેય જણાં મખ્દુમહુસેનને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. બનાવ અંગે મખ્દુમહુસેન શેખની ફરીયાદને આધારે સેવાલિયા પોલીસે ચારેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે ઝુલેખાબાનું ઉર્ફે તમન્નાબાનુ સદ્દામહુસેન શેખે સેવાલિયા પોલીસ મથકમાં મખ્દુમમીયા યાસીનમીયાં શેખ, યાસીનમીયાં હુસેનમીયાં શેખ અને આસીફમીયાં યાસીનમીયાં શેખ વિરૂધ્ધ ફરીયાદ આપી છે. જેમાં બાઈક પર પસાર થતાં મખ્દુમમીયાં શેખે પોતાનું બાઈક ઝુલેખાબાનું zપર નાંખવાની વાત સદ્દામહુસેન શેખને થતાં તેઓએ મખ્દુમમીયાં શેખને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા મખ્દુમમીયાં શેખે ગમેતેમ ગાળો બોલી સદ્દામહુસેનને મારવા લાગ્યો હતો. વખતે મખ્દુમમીયાનું ઉપરાણું લઈ તેના પિતા યાસીનમીયાં હુસેનમીયાં શેખ અને ભાઈ આસીફમીયાં યાસીનમીયાં શેખ ત્યાં આવી જઈ સદ્દામહુસેનને મારમારી ઈજા પહોંચાડી હતી. અંગે સેવાલિયા પોલીસે ઝુલેખાબાનું શેખની ફરીયાદ લઈ ત્રણેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:28 pm IST)