Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અમદાવાદમાં 16 વર્ષ પહેલા બિજલ જોષી સામૂહિક રેપ કેસમાં 5 વર્ષે ગુનેગારોને સજા મળી :14 વર્ષની કેદ ભોગવી આઝાદ !!

31મી ડિસેમ્બર 2003ના સામૂહિક દુષ્કર્મ: 7 જાન્યુઆરીએ બિજલે આપઘાત કર્યો :12 ડિસેમ્બરે સજલ જૈન સહિતના ગુનેગારો છૂટ્યા:

31મી ડિસેમ્બર 2003ની ગોઝારી રાતે અમદાવાદની 24 વર્ષની બીજલ જોષી ઉપર બળાત્કારની દર્દનાક ઘટના ઘટી હતી જેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. આ કેસમાં દુષ્કર્મ કરનારા હાઈપ્રોફાઈલ લોકો સામે પોલીસ પણ પગલા લેવા તૈયાર નહતી ત્યારે આખરે જનાક્રોશ સામે પગલા લેવા પડ્યા હતા અને ગુનેગારોને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી જો કે, આ કેસમાં સજા ભોગવી રહેલા ગુનેગારોને હાલ ગત્ 12 ડિસેમ્બર 2018ના દિવસે છોડી મૂકવામાં આવ્યા છે. હૈદરાબાદની ઘટનાએ ગુજરાતની આ દીકરીનો એ કેસ ફરીથી યાદ અપાવી દીધો છે.

   હૈદરાબાદમાં ડોક્ટર યુવતીને સામૂહિક દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારનારા ચાર હેવાનોનું આજે એન્કાઉન્ટમાં મોત થવાને પગલે સમગ્ર દેશમાં પ્રસન્નતા વ્યાપી ગઈ હતી ત્યારે આજથી 16 વર્ષ પહેલાના ચકચારી સામૂહિક દુષ્કર્મ બિજલ જોષી કેસની પણ યાદો તાજી થઈ ગઈ હતી. આ કેસ પણ હૈદરાબાદવાળી યુવતીને મળતો આવતો કેસ હતો જેમાં ન્યાય મળતા વર્ષો વિત્યા હતા. જો કે હાલ વડોદરામાં પણ આવો જ કેસ સામે આવ્યો છે જેમાં ગુજરાત પોલીસ ગુનેગારોને શોધવામાં નિષ્ફળ રહી છે.

 બીજલ જોષીની બહેન વૈશાલી જોષીએ કહ્યુ હતુ કે, હું હૈદરાબાદ પોલીસને હું અભિનંદન આપું છું. ગુજરાત પોલીસે પણ હૈદરાબાદ પોલીસ જેવું કરવાની જરુર છે. અમને ઘણા વર્ષોના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો હતો. બિજલ જોષીના આરોપીએ જેલની સજા ભોગવ્યા બાદ બહાર ફરે છે. જ્યારે મારી બહેન પોતાનો જીવ ખોઈ બેઠી. ગુજરાત પોલીસે મહિલા સલામતીમાં ઘણું કરવાનું છે

  31મી ડિસેમ્બર 2003ની ગોઝારી રાતે અમદાવાદની 24 વર્ષની બીજલ જોષી ઉપર બળાત્કારની દર્દનાક ઘટના ઘટી હતી. આ ઘટનાને પગલે બિજલે આપઘાત કરી લીધો હતો. બિજલ તેના મિત્ર સજલ જૈન સાથે ન્યૂ યર પાર્ટી મનાવવા ગઈ હતી જ્યાં સજલ જૈને તેના મિત્રો સાથે મળીને બિજલ સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને પોલીસ તરફથી પણ ઉદાસીન પ્રતિભાવ મળ્યો હતો પરંતુ બિજલના આપઘાત બાદ કેસની તપાસમાં ઝડપ આવી હતી જો કે, આ કેસમાં ન્યાય મળતા મળતા વર્ષો વીતી ગયા હતા.

  7 જાન્યુઆરી 2004ના રોજ નારણપુરા સ્થિત પોતાના ઘરે આપઘાત કરી લીધો. બીજલે અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે,'મેં તેને(સજલ)ને ખૂબ પ્રેમ કર્યો. પરંતુ તેણે મારા પ્રેમની સામે મારા પર રેપ કર્યો.' પરિણામે સજલ જૈન, ધર્મેન્દ્ર જૈન, ચંદન,મંદન જયસ્વાલ અને ડ્રાઇવર સુગમ સામે સામૂહિક બળાત્કાર અને આપઘાત માટે દુષ્પ્રેરણાનો કેસ કરવામાં આવ્યો હતો. જો કે તેમને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં સજા નહોતી મળી.

  સેશન કોર્ટે આજીવન કારાવાસની સજા આપી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ એ સજા યથાવત્ રાખી હતી. 12 ડિસેમ્બર 2018ના રોજ સજલ જૈન સહિતના ગુનેગારોને છોડી મૂકવામાં આવ્યા છે. કારણ કે તેમણે 14 વર્ષનો કારાવાસ ભોગવી લીધો હતો.

 પન્નાલાલ જયસ્વાલ, આનંદ જયસ્વાલ, હરિક્રિસ્ના જયસ્વાલ, સીમા જયસ્વાલ, અશોક પટેલ અને સિવિલના ડોક્ટર યોગેશ જાદવને પુરાવાઓ નષ્ટ કરવાના અને ગુનેગારોને આશરો આપવાના આરોપમાંથી મુક્તી આપવામાં આવી હતી.તેમ એક ખાનગી ન્યુઝ ચેનલના અહેવાલમાં જણાવાયું છે

(1:56 pm IST)
  • યુક્રેનમાં ભયંકર આગ ભભૂકી : એક વિદ્યાર્થીનું મોત : 14 લાપતા : યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલ્સકીએ કહ્યું કે યુક્રેનના દક્ષિણી બંદરગાહ શહેર ઓડેસામાં આગ લાગી જેમાં એક છાત્રાનું મોત થયું છે અને અન્ય 14 લાપતા થયા છે access_time 1:25 am IST

  • પોલેન્ડમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ : છ લોકોના મોત : બે લાપતા : પોલેન્ડના દક્ષિણમાં એક સ્કી રિસોર્ટના ઘરમાં ગેસ પાઇપ લાઇનમાં થયો વિસ્ફોટ : બે લોકોના મોત : અનેક લોકો ઘાયલ access_time 1:25 am IST

  • હૈદ્રાબાદ એન્કાઉન્ટર : હું ખુબ જ ખુશ છુઃ પોલીસે ખુબ સારૂ કામ કર્યુઃ કોઈ પોલીસવાળા ઉપર પગલા ન લેવાય તેવી અપીલઃ નિર્ભયાની માતા આશાદેવી access_time 3:40 pm IST