Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સહકારી મંડળીઓ ડૂબત લેણા અનામત ફંડમાં ૧૫ ટકાના બદલે ૮ ટકા રાખી શકશે

ચોખ્ખા નફો ઓછો હોય ત્યારે ૧૫ ટકા ભાગ ડૂબત લેણાના અનામત ફંડ તરીકે લઇ જવાની જોગવાઇના કારણે હાથ ઉપર બહુ રકમ રહેતી ના હતી તે મુશ્કેલીનો પણ અંત આવશેઃ કુદરતી આપત્તિઓમાં મદદ માટે શહેરી સહકારી બેન્કને લાંબી પ્રક્રિયામાંથી મુકિત -વિધાનસભા સત્રમાં સહકાર વિભાગ દ્વારા લવાનારુ સુધારા વિધેયક

અમદાવાદ, તા.૬: સહકાર વિભાગ દ્વારા આગામી વિધાનસભા સત્રમાં વિધેયક લાવીને રજીસ્ટર થયેલી સહકારી મંડળીના ચોખ્ખા નફાના ઓછામાં ઓછા ૧૫ ટકા ભાગ ડૂબત લેણા અનામત ફંડ ખાતે લેવાની જોગવાઇ હતી તેમાં મહત્વનો ફેરફાર કરીને ઓછામા ઓછા ૮ ટકા કરવામાં આવશે. શહેરી સહકારી બેન્ક પણ કુદરતી આપત્ત્િ।માં અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ કરી શકે તે માટે હાલની મંજૂરી મેળવવાની પ્રક્રિયામાંથી મુકિત આપવામાં આવી છે.

રાજયની તમામ સહકારી મંડળીઓને અસર કરતા આ વિધેયકથી ચોખ્ખા નફો ઓછો હોય ત્યારે ૧૫ ટકા ભાગ ડૂબત લેણાના અનામત ફંડ તરીકે લઇ જવાની જોગવાઇના કારણે હાથ ઉપર બહુ રકમ રહેતી ના હતી તે મુશ્કેલીનો પણ અંત આવશે. બિન નફાકારક અસ્કયામતોની રકમની ઓછામાં ઓછી બે ગણી રકમ અનામત ફંડમાં રહે અથવા ૧૫ ટકાની જોગવાઇમાં સુધારો કરાશે. તે મુજબ એનપીએ માટે લાગુ પડતા રિઝર્વ બેન્કના માપદંડોનું સહકારી મંડળી દ્વારા પાલન કરવામાં આવ્યું હોય તે કિસ્સામાં આવી મંડળીઓ તેના ચોખ્ખા નફાના ઓછામાં ઓછા ૮ ટકા ડૂબત લેણા અનામત ફંડ ખાતે લઇ જઇ શકશે.

વિધેયકમાં એ જોગવાઇનો પણ સમાવેશ કરાયો છે જેથી સહકારી મંડળીને સરકારે જાહેર કરેલી કુદરતી આપત્ત્િ।માં અસરગ્રસ્તો માટે વધુ ઉદારતાથી મદદ કરી શકે. તે મુજબ જો મંડળી એક કરતા વધારે જિલ્લામાં કામ કરતી હોય તો નક્કી કરેલો સહકારી હેતુ, કોઇ ધર્માદા હેતુ અથવા કોઇ અન્ય જાહેર હેતુ માટેનો ફાળો જે જિલ્લા સહકારી સંદ્યની મંજૂરીને હાલ આધીન છે. તેમાંથી મુકિત આપવામાં આવી છે.

હવે આરબીઆઇની માર્ગદર્શિકા મુજબ કુદરતી આપત્ત્િ।માં અરસગ્રસ્ત લોકો માટે શહેરી સહકારી બેન્ક પોતાના અનામત ફંડ અથવા ડૂબત લેણા અનામત ફંડમાંથી ફાળો આપી શકે છે. જો કે આવી મંજૂરી મેળવવાની જે પ્રક્રિયા છે તેને અનુસરવામાં અસરગ્રસ્ત લોકોને યોગ્ય મદદ મળી શકતી નથી. તેથી આવી બેન્કોને આવી મંજૂરી મેળવવામાંથી મુકિત આપવામાં આવશે.

વિધાનસભાના ૯ ડિસેમ્બરથી શરૂ થઇ રહેલા સત્રમાં આ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

(10:03 am IST)