Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સતલાસણા નજીક રીક્ષા અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત : યુવતિનું કરૂણમોત : જીપ ચાલક ફરાર

રીક્ષામાં સવાર થઇ યુવતિ અને મહિલા સહિતના મગફળી લઇ જઇ રહ્યા હતા

 

સતલાસણા : તાલુકાના અંબાજી તરફના માર્ગ પર રીક્ષા અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો રીક્ષામાં સવાર મહિલા અને યુવતિને જીપની ભયંકર ટક્કર વાગી હતી. જેમાં ૧૮ વર્ષીય યુવતિનું કરૂણ મોત નિપજ્યુ હતુ. દુર્ઘટનાને પગલે આરોપી જીપચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. સતલાસણા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના કોઠાસણા પાટીયા પાસે ભયંકર માર્ય અકસ્માત થયો હતો. રીક્ષામાં સવાર થઇ યુવતિ અને મહિલા સહિતના મગફળી લઇ જઇ રહ્યા હતા. આ દરમ્યાન સામેથી આવતી જીપે ભયંકર ટક્કર મારતા રીક્ષા સહિત મુસાફરો ફંગોળાયા હતા. આ દરમ્યાન મહિલાને ગંભીર ઇજાઓ પહોંચવા સાથે ૧૮ વર્ષીય સોનલબેન પ્રધાનજી ઠાકોરનું કરૂણ મોત થયુ હતુ.

  અકસ્માત સર્જનાર જીપ ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે રીક્ષાનો આખો નકશો બદલાઇ ગયો હતો. ઘટનાને પગલે સતલાસણા પોલીસે આરોપી જીપચાલક વિરૂધ્ધ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:26 am IST)