Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અમદાવાદની મહિલાનું જૂનાગઢમાં દુષ્કર્મ :આરોપી રમણની ધરપકડ: બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા

અમદાવાદની મહિલાનું જૂનાગઢના પ્લાસવા ગામમાં વાડીની ઓરડીમાં દુષ્કર્મ કરવાના આરોપી બરોડાના રમણની ધરપકડ

જૂનાગઢના પ્લાસવા ગામે મહિલા સાથે દુષ્કર્મના મામલે પોલીસે બરોડાના રમણ નામના આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદની મહિલાને મજૂરીની લાલચ આપીને ગામે લાવ્યા હતાં અને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

   અમદાવાદના જાંપ ગામની એક મહિલાએ ઘરે પતિ અને સાસરિયાંમાં ઝઘડો થતા ઘર છોડીને બસમાં ચાલી ગઇ હતી. બસમાં તેનો પરિચય એક શખ્સ સાથે થયો હતો. આ શખ્સે તેને મજૂરી કામ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ મહિલાને તે પ્લાસવા ગામ લઇ આવ્યો હતો.

  આ ગામની વાડીની ઓરડીમાં આ શખ્સે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે મહિલાને મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાએ શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

 શખ્સે વાડીમાં તેની સાથે છેડછાડ કરી હતી જેનો મહિલાએ વિરોધ કર્યો હતો. બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા બાદમાં આખી રાત જાગતી બેસી રહી હતી. સવારે નિકળી ગામમાં પહોંચી હતી. આ મામલે ગામલોકોને પોતાની વિતક કહેતાં સરપંચ તેને તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં તેણે રમણ સામે ફરીયાદ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ પીએસઆઇ બી. એમ. વાઘમશીએ હાથ ધરી હતી.ત્યારે હવે આ મામલે પોલીસે બરોડાના રમણ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

(10:08 pm IST)