Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બિન સચિવાલય પરીક્ષા કૌભાંડમાં 'સીટ 'ને ફગાવી દેતા આંદોલનકારી પરીક્ષાર્થીઓ : પરીક્ષા રદ કરીને નવી પરીક્ષા લેવા મક્કમ માંગણી

અમને સીટ માન્ય નથી : માત્ર લોલીપોપ : હવે આંદોલનનો કોઈ નેતા નથી : લડત માટે પ્રત્યેક જિલ્લામાંથી એક એક પ્રતિનિધિની નિમણુંક : પરીક્ષા રદ થાય તો જ વાતચીત

અમદાવાદ : બિનસચિવાલય કલાર્કની  પરીક્ષામાં ગેરરીતિને લઈને ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન બીજે દિવસે રાતે પણ ચાલી રહ્યું છે.

 ગુજરાત સરકારે એસઆઈટીની રચનાની વાત કરી છે પરંતુ વિદ્યાર્થીઓ આંદોલન અને પરીક્ષાની રદ કરવાની માગણી પર અડગ છે.

 આજે  આંદોલનકારી વિદ્યાર્થીઓના ચાર પ્રતિનિધિઓની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, આ બેઠક પછી પ્રતિનિધિઓ પૈકી યુવરાજસિંહે SITનું ગઠન થાય તો આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જોકે બીજી તરફ આંદોલનકારી વિદ્યાર્થીઓ ધરણાં પર જ છે અને તેમને લડત ચાલુ રાખવાની તૈયારી બતાવી છે.

   આંદોલનકારી પરીક્ષાર્થીઓનું કહેવું છે યુવરાજસિંહ સરકાર સાથે જતા રહ્યાં હોય તો ભલે જાય અમને સીટ માન્ય નથી માત્ર લોલીપોપ છે

 હવે આ આંદોલનનો કોઈ નેતા નથી લડત માટે દરેક જિલ્લામાંથી એક એક પ્રતિનિધિની નિમણુંક કરાશે આંદોલનકારીઓએ કહ્યું હતું કે  પરીક્ષા રદ થાય તો જ વાતચીત કરાશે ,

 પ્રદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહની પત્રકાર પરિષદ સામે પ્રચંડ રોષ ફેલાયો છે મહાત્મા મંદિર ખાતે આંદોલન યથાવત ચાલુ છે,ગ્રાઉન્ડ છોડવા દેખાવકારોએ સ્પષ્ટ ઇન્કાર કરેલ છે અને કે તો પરીક્ષા રદ થશે નહીં તો અમારી લાશ પડશે તેવો હુંકાર કર્યો છે

(8:52 am IST)