Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સુરત મનપાએ ગાર્બેજ કલેક્શનની ગાડીમાં થર્મોકોલ લેવાની ના ક્હેતા લોકોને પરેશાની: રસ્તા પર કચરો નાખવાની નોબત આવી

સુરત:મહાનગરપાલિકાએ  શહેરને કન્ટેનર ફ્રી સીટી હટાવી લીધા બાદ થર્મોકોલ, ઉડી ગયેલી ટયુબ લાઈટ જેવી વસ્તુઓના નિકાલ માટે લોકોને સમસ્યા ઉભી થઈ છે. કચરા પેટી હટાવી લીધા બાદ થર્મોકોલ અને ટયુબ લાઈટ જેવો કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓ સ્વીકારતા હોવાથી લોકો મજબુરીથી કચરો રોડ પર નાંખી રહ્યાં છે. મજબુરીના કારણે લોકોએ રસ્તા પર નાંખેલો કચરો શહેરની ગંદકીમાં વધારો કરી રહ્યાં છે.

સુરત પાલિકોએ શહેરને કન્ટેનર ફ્રી સીટી બનાવ્યા બાદ  ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં સુકો ભીનો કચરો આપવા માટેની કામગીરી શરૂ કરી છે. સુચા કચરાના નિકાલમાં પેકેજીંગ મટીરીયલ્સ નિકાલ કચરા ગાડીમાં કરવું તેવી માહિતી લોકોને પહોંચાડી છે. પેકેજીંગ મટીરીયલ્સમાં થર્મોકોલ અને પુંઠા આવે છે. પુંઠા ભંગારમાં જતાં હોવાથી કચરાગાડીવાળા સ્વીકારી લે છેપરંતુ થર્મોકોલ સ્વીકારતા નથી. કચરા ગાડીવાળાઓ થર્મોકોલ સ્વીકારતા નથી અને બીજી તરફ કચરા પેટી પણ હટાવી લીધી છે જેના કારણે લોકો થર્મોકોલ અને ટયુબ લાઈટ જેવો કચરો જાહેર રસ્તા પર કે રસ્તાના કિનારે નાંખવા માટે મજબુર બન્યા છે.

 

(5:32 pm IST)