Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ફસાયા ; કુલપતિ દ્વારા કરોડોની ઉચાપત કર્યાની ફરિયાદ:રાજકારણમાં ગરમાવો

2012થી 2016 દરમિયાન કિરીટ પટેલે MSE કોલેજની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાનો આરોપ

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વિવાદમાં ફસાયા છે અને તેમના વિરુદ્ધ  ફરિયાદ નોંધવામાં આવી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આ ફરિયાદ નોંધાવી છે. કિરીટ પટેલ વિરૂદ્ધ કરોડો રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ કરવામાં આવી છે.

  એવું કહેવાય છે કે વર્ષ 2012થી 2016 દરમિયાન કિરીટ પટેલે MSE કોલેજની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. ત્યારે આ મામલે કિરીટ પટેલ વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયુ છે.

(1:37 pm IST)