Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી મોડી અને ધીમી :ખેડૂતોમાં ભારે રોષ :મુખ્ય દરવાજો બંધ કરી વિરોધ

વાવણી સમયે બે બે દિવસ લાઈનમાં ઉભા રહેવાને કારણે ખેડૂતોમાં નારાજગી

હિંમતનગર માર્કેટયાર્ડમાં બીજા દિવસે પણ મગફળી ખરીદી મોડી ચાલુ થતા અને ધીમીગતિએ ચાલતી ખરીદીનો રોષ ઠાલવતા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને સાથે માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો બંધ કરીને વિરોધ દર્શવ્યો હતો.

   ખેડૂતોને મેસેજ કરી વેચાણ અર્થે બોલાવવામાં આવે છે પરંતુ ધીમી ગતિના કામ કાજ થી બોલાવવામાં આવેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદી થતી નથી. એક તરફ ખેડૂતોને નવીન સિઝનની વાવણીનો સમય છે તો બીજી તરફ માર્કેટમાં મફગફળી વેચાણ માટે બે -બે દિવસ લાઇનમાં ઉભા રહેવાના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે.

(11:32 am IST)