Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

બેંકમાં નાણાં જમા કરાવવા ગયેલો યુવાન સાયકલ પરથી ગબડ્યો અને બે શખ્શો 50 હજારની ચીલઝડપ કરીને ફરાર

મૂળ બિહારનો અને હાલ અંકલેશ્વરના ગડખોલમાં સૂરજુદ્દીન બહેનના ખાતામાં રૂપિયા જમા કરવા ગયેલો

અંકલેશ્વર :બેંકના ખાતામાં નાણાં જમા કરાવવા ગયેલા યુવાનને સાયકલ પરથી ગબડાવી બે શખ્સો 50 હજાર રૂપિયાની ચીલઝડપ કરીને ફરાર થઈ ગયા હતા

 આ અંગે મળતી વિગત મુજબ  મૂળ બિહારનો અને હાલ અંકલેશ્વરના ગડખોલ ખાતે રહેતા સૂરજુદ્દીન સલીમ અન્સારીએ કહ્યું કે તે તેની બહેનના બેંક ખાતામાં 80 હજાર રોકડા લઇ જમા કરાવવા ગયો હતો. પાનકાર્ડ ન હોવાથી તેણે 30 હજાર રૂપિયા ખાતામાં જમા કરાવ્યા. બાકીના 50 હજાર રૂપિયા પેન્ટના ખીસામાં મૂકીને બેંકમાંથી બહાર નીકળ્યો ત્યાં જ બે શખ્સોએ તેને ધક્કો મારીને પાડી દીધો. દરમિયાન બંને શખ્સો રૂપિયા 50 હજાર લઈ ફરાર થઈ ગયા હતાં. આ મામલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:33 pm IST)