Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

શામળાજી નજીક નંબર વિનાની નવી બ્રેઝા કારમાંથી ૨,૨૭ લાખનો વિદેશી દારુ ઝડપાયો:કારચાલક ફરાર

શામળાજી:શૉ-રૂમ માંથી છોડાવેલી નવી નક્કોર બ્રેઝા કારમાં બુટલેગરે વિદેશી દારૂ ઘુસાડવા ઉપયોગમાં લઈ શુભારંભ કરવા જતા શામળાજી પોલીસ પેટ્રોલિંગ જોઈ નેશનલ હાઈવે.નં-૮ પર બિનવારસી મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો.૨૨૭૫૦૦નો જથ્થો હાથ લાગ્યો હતો. શામળાજી પોલીસે કુલ.૧૦,૨૭૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

   અંગે મળતી વિગત મુજબ શામળાજી પોલીસે ને.હા.નં-૮ પર રતનપુર નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાતા રોડ પરથી નવી નંબર વિનાની બ્રેઝા કાર બિનવારસી હાલત મળી આવતા કાર તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૪૫૫ કિં. ૨૨૭૫૦૦ જથ્થો મળી આવ્યો હતો કારની કિં .8૦૦૦૦૦ મળી કુલ.૧૦૨૭૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કારચાલક ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

   
(8:09 pm IST)