Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

બેંકમાં રાખેલા તમારા પૈસા શું તમારા નહીં રહે ?

ગુજરાત ચેમ્બરના વરિષ્ઠ પદાધિકારી જયુભાઈ તન્નાએ લાલબત્તી ધરી છે

    કેન્દ્ર સરકાર એક ખરડો લાવી રહી છે જે પાસ ઠહે તો તેની જોગવાઈ હેઠળ બેન્ક દેવાળું ફૂંકે તો એવું બની શકે કે તે બેંકમાં જમા કરાવેલ તમારી લાખોની રકમ તમે પોતે પણ ઉપાડી નહીં શકો

   જીતુભાઇ તન્ના જણાવે છે કે ફાયનાન્સિયલ રેઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ (એફડીઆરડીઆર ) બિલ-2017નો મુસદ્દો ઘડી કાઢયો છે તૈયાર છે તેનો શિયાળુ સત્રમાં સંસદમાં મુકવામાં આવી શકે છે જો ખરડો પસાર થશે ટોપ બેંકોમાં રખાયેલ તમારા પૈસા બાબતે બેન્કોને વિશાલ અધિકાર મળી જશે બેંકો તેમની નાણાકીય સ્થિતિ બગડે તો તેવા સંજોગોમાં તમારા બનેંક જમા પૈસા પરત આપવાનો ઇન્કાર કરી દેશે અને તેના બદલામાં બેન્ક તમને શેર અથવા સિક્યોરિટીઝ કે બીજું કંઈપણ આપી શકે છે

   બેન્ક દેવાળું ફૂંકે તેવી સ્થિતિમા, ખરડો તેની મદદે આવશે સામાન્ય માનવી મટે ચિંતાજનક જોગવાઈ છે

    "" બેલ ઈન "' ની જોગવાઈ ખરડમાં છે તે જેમની તેમ પસાર થાય તો બેંકમાં રાખેલ પૈસા ઉપર તમારા કરતા બેન્કનો અધિકાર થઇ જશે

   જોકે 1 લાખ સુધીની તકમ તો પૂર્વાત સુરક્ષિત રહેશે

  પણ દા,,5 લાખ રૂપિયા તમે બેંકમાં રાખ્યા હોય અને કોઈપણ કારણે બેન્ક દેવાળું ફૂંકે અને ખાતાધારકોને રકમ ચૂકવી શકે નહીં તેવી સ્થિતિમાં કમ સે કમ 1 લાખ આપવા પડશે પણ તેથી   વધુ જેટલી રકમ હોય તેની સુરક્ષાની કી ગેરેન્ટી નહીં જોકે 1 લાખની મર્યાદા વધારાય તેવી પણ સંભાવના છે પરંતુ મોટી રકમો માટે પૂરું જોખમ સર્જાશે

 

(11:03 pm IST)