Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મંદિર કેસની સુનાવણી ટાળવાના કોંગ્રેસે તમામ પ્રયાસ કર્યા : મોદી

સર્જિકલ સ્ટ્રાઇક વિશે પ્રશ્નો ઉઠાવનારને બરોબર ઓળખવાની જરૂરઃ ધંધુકા, દાહોદ, નેત્રંગમાં મોદીનો ઝંઝાવતી પ્રચાર : ખેડૂતોને લોન પર વ્યાજ નહીં ચુકવવું પડે : ત્રિપલ તલાક-રામ મંદિર ભાજપ માટે મતોના મુદ્દા નથી

અમદાવાદ, તા.૬, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પણ ઝંઝાવતી પ્રચાર જારી રાખીને જુદા જુદા મુદ્દા ઉપર કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક, રામજન્મભૂમિ મંદિર, તેમની સરકારની કામગીરી, આદિવાસી વિકાસ, ગરીબોને વિજ કનેક્શન, ઉજ્જવલા યોજના સહિતના મુદ્દા ઉપર વાત કરી હતી. મોદીએ આજે રામ જન્મભૂમિનો મામલો ઉઠાવ્યો હતો અને આક્ષેપ કરતા કહ્યું હતું કે, રામજન્મભૂમિ મંદિરના પ્રશ્ને કેસ સુનાવણી ૨૦૧૯ સુધી ટાળવા માટેની વકીલાત કરનાર કોંગ્રેસને બરોબર ઓળખી લેવાની જરૂર છે. મોદીએ ધંધુકામાં સભા દરમિયાન ખેડૂતોને લોન પર વ્યાજ નહીં ચુકવવું પડે તેવી જાહેરાત પણ કરીહતી. આ ઉપરાંત તેમણે આક્ષેપ કરતા કહ્યુ ંહતું કે, ત્રિપલ તલાક અને રામ મંદિર ભાજપ માટે મતોના મુદ્દા નથી. કોંગ્રેસની મતલક્ષી રાજનીતિ ખુલ્લી પડી ગઈ છે. મોદીએ ધંધુકામાં દિકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ન દેતા તેવી કહેવતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ કહેવતને ભાજપે ખોટી સાબિત કરી છે. જુની સમસ્યાઓનું સમાધાન કરવું અને નવી તકો પર ધ્યાન આપી આગળ વધવું તે ભાજપની નેમ છે. મોદીએ ધંધુકાથી વિકાસ પ્રચાર રેલીની શરૂઆત કરી હતી. ધંધુકા બાદ દાહોદ અને નેત્રંગમાં જાહેરસભા યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજય વિધાનસભાની ચૂંટણીના પહેલા તબકકાના મતદાન અગાઉ વિવિધ વિસ્તારોમા જાહેરસભા કરવામા આવી હતી જેમાં ધંધુકા તેમજ દાહોદ ખાતે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.વડાપ્રધાને રામજન્મભૂમિ કેસ મામલે સુનાવણી ૨૦૧૯ સુધી ટાળવા માટેની દલીલ કરનારા કપિલ સિબ્બલ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યુ કે આવી કોંગ્રેસને ઓળખી લેવાની જરૂર છે આ સાથે એક સમય સુધી પાણીની તકલીફ ભોગવી ચુકેલા ધંધુકા ખાતે જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યુ કે,એક સમયે એવી કહેવત હતી કે,દિકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ન દેતા એ કહેવત પાણીદાર ભાજપ સરકારે ખોટી પાડી છે.રાજયમાં ઝંઝાવાતી પ્રચાર માટે આવેલા વડાપ્રધાન મોદીએ ધંધુકાની પાણીની સમસ્યાને યાદ કરતા કહ્યુ કે,આ વિસ્તારમાં કોઈ વ્યકિત પોતાની દિકરીના લગ્ન કરવાનુ પણ વિચાર કરી શકતા નહતા.ભાજપ દ્વારા આ કહેવતને ખોટી સાબિત કરીને નર્મદા યોજના દ્વારા આ સમગ્ર વિસ્તારનો વિકાસ કર્યો છે.કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યુ કે,આવે છે,આવે છે પણ અહીંયા કશુ જ નહી આવે ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામમા પણ કોંગ્રેસ સાફ થઈ ગઈ છે.તેમણે બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ તિથિએ તેમને શ્રધ્ધાંજલિ આપતા કરતા કહ્યુ કે તેમના દ્વારા આપવામા આવેલા આપણે સૌ સાથે મળીને છેવાડાના માનવીને આગળ વધારીએ એ સંકલ્પ સાથે આગળ વધવાની શરૂઆત થઈ છે.કોંગ્રેસના સમયમાં ૧૦૦ માંથી ૩-૪ ઘરોમાં પાણી આવતુ અથવા શહેરી વિસ્તારમાં ૧૦-૧૫ ઘરોમાં પાણી આવતુ હતુ.કોંગ્રેસના શાસનમાં ટેન્કર રાજ હતુ.તેના નેતાઓના મળતીયાઓ પાણી પર રાજ કરતા આવા લોકોની દુકાનદારી બંધ થઈ ગઈ છે માટે આ મોદી તેમને આંખના કણાની જેમ ખૂંચે છે.ભાજપે માત્ર ૧૦ વર્ષના શાસનમાં ૧૨ લાખથી વધુ ટ્રાન્સફોર્મરો લગાવી લોકોને માટે વીજળી કાયમી મળી રહે એવી કામગીરી કરી છે.આવનારા સમયમાં ખેકરોમાં સોલારપંપ લગાવવા સરકાર કટિબદ્ધ છે .બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હોય કે સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ આજે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ડીપોઝીટો દીકરીઓના નામે જમા થઈ છે.બાળકોને બીમારીઓથી બચાવવા અત્યારસુધીમા અઢી કરોડથી વધુ બાળકો અને ૭૦ લાખ માતાઓનુ રસીકરણ કરવામા આવ્યું છે.જનધન ખાતા દ્વારા ૩૦ કરોડ લોકોના બેંક ખાતા ખોલાવીને તેમણે બચત કરેલા ૭૦,૦૦૦ કરોડથી પણ વધુ રૂપિયા તેમા જમા થવાથી ગરીબોને ઘણા ફાયદા થયા છે.ધોલેરા આવનારા ૧૦ વર્ષમાં રાજયના અન્ય શહેરોની હરોળમા આવી જશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.દાહોદ ખાતે એક અન્ય જાહેરસભાને સંબોધતા તેમણે કોંગ્રેસના કપિલ સિબ્બલ દ્વારા રામજન્મભૂમિ મામલે સુનાવણી વર્ષ-૨૦૧૯ની ચૂંટણીઓ સુધી ટાળવા કરેલી દલીલ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે તેમની આ દલીલની સુન્ની વકફ બોર્ડ દ્વારા પણ કરવામા આવી છે ત્યારે કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિને ફગાવી દેવા બદલ તેમને વડાપ્રધાને અભિનંદન આપતા આ પ્રકારની માનસિકતાવાળી કોંગ્રેસને ઓળખી લેવાની જરૂર છે એમ કહેતા કોંગ્રેસના નેતાઓને સર્જીકલ સ્ટ્રાઈક સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે વીડિયો જારી કરવાની માગણી કરવાવાળી કોંગ્રેસને ઉખાડી ફેંકવા તેમણે અપીલ કરી હતી.ભાજપે ૯૦ પૈસામા ગરીબોના વીમા ઉતરાવી અને ૧૮૦૦ કરોડનુ ચુકવણુ કરવામા આવ્યુ હોવાનુ કહ્યુ હતુ.દાહોદ એકમાત્ર એવી નગરપાલિકા છે કે જેનો સમાવેશ સ્માર્ટસીટીમા લાગ્યો છે.

 

(10:14 pm IST)