Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પાટણ-બનાસરકાંઠા મહેસાણા જીલ્લામાં ''ઓખી''ના કારણે વાદળછાંયુ હવામાનઃ ચૂંટણી સભાઓ રદઃ કપાસનો પાક પલળી ગયો

 

પાટણ તા. ૬ : ''ઓખી'' વાવા ઝોડાની અસરથી ઉતર ગુજરાતના પાટણ બનાસકાંઠા અને મહેસાણા જીલ્લામાં ભર શિયાળે ચોમાસાનો મહોલ જામ્યો છે. ગઇકાલે વહેલી સવારથી શરૃ થયેલા ઝરમર-ઝરમર વરસાદ ગઇ આખી રાત્રી દરમ્યાન પણ ચાલુ રહેવા પામ્યો હતો આજે સવારથી સુર્યનારાયણ ન દર્શન થવા પામ્યા નથી બપોરના બે વાગ્યા છતા વાદળછાયું ઘનઘોર વાતાવરણ અને ઠંડા પવન ફુકાતા લોકો ઠંડીમાં ઠુઠવાઇ રહ્યા છે. અને જનજીવન ઉપર અસર વર્તાઇ રહી છે. એક તરફ લગ્નનો મહોલ જામ્યો છે. બીજી તરફ ચુંટણી પ્રચારના અંતીમ દિવસોમાં ચુંટણી પ્રચારકો અને ઉમેદવારો પણ પ્રચાર વિના સભાઓ રદ કરવી પડી રહી છે.

માર્કેટ યાર્ડોમાં આવેલા  કપાસ મગફળી જેવા પાકોમાં ખુબજ મોટુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં પાટણ માર્કેટયાર્ડ તેમજ ઉંઝા માર્કેટ સીધ્ધપુર, રાધનપુર, પાલનપુર, થરા, શીહોરી, ભીલડી, ડીસા, જેવા ધમધમતા માર્કેટ યાર્ડમાં નુકશાનીનો અંદાજ છે.ે ત્યારે હારીજ-રાધનપુર-થરા, દિયોદર, જેવા મોટા જીનર્સોના ત્થા ખુલ્લામાં પડેલા કપાસના ઢગલા કપાસીયા તેમજ રૃની ગાંસડીનો પલડતા જીનર્સ ઉદ્યોગકારો થવા મહામુશ્કેલીમાં મુકાયા છ.ે

 ઉંજા-થરા-હારીજ સમી રાધનપુર સાંતપુર, થરા તેમજ આજુબાજુના પંથકોમા જીરૃ, વરીયાળ, સવા જેવા ઘઉંના પાકોમાં રોગચાળો થવાનો ભયઉભો થયો છે. ઓખી વાવાઝોડાની  અસરથી સમગ્ર ઉ.ગુજરાતં ઠંડીમાં ઠુંઠવાઇ ગયું છે.

(7:06 pm IST)