Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગુજરાતમાં ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી:વલસાડ પોલીસે પંજાબથી વાયા મહારાષ્ટ્ર થઇ ગુજરાતમાં લવાતા 54.52 લાખના દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી

વલસાડ:ગુજરાતમાં ચૂંટણી ટાણે દાંરૃની મોટા પાયે રેલમછેલ થવાની સંભાવના સામે પોલીસે બોર્ડરો સીલ કરી હોવા છતાં નવા-નવા રસ્તે બુટલેગરો દારૃનો જથ્થો ઘૂસાડી રહ્યા છે. આવી જ રીતે પંજાબથી વાયા મહારાષ્ટ્ર થઇ ગુજરાતમાં ટ્રકમાં ઘૂસાડાતો દારૃનો રૃા.૫૪.૫૨ લાખનો જથ્થો સ્ટેટ મોનિટરીંગની ટીમે વલસાડના ડુંગરી નજીક હાઇવે પરથી પકડી પાડયો હતો. આ સાથે ટ્રક ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી હતી.

સ્ટેટ મોનિટરીંગની ટીમે વલસાડ તાલુકાના ડુંગરી નજીકના વાસણ ગામે હાઇવે પરથી બાતમીના આધારે નાકાબંધી કરી હતી. આ દરમિયાન વાપી તરફથી આવતી ટ્રક (નં.જીજે-૨૪-યુ-૩૮૪૨)ને અટકાવી તેની જડતી લીધી હતી. ટ્રકમાંથી દારૃનો અધધ કહી શકાય એટલો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ૧૩,૨૯૬ બોટલો કિમંત રૃા.૫૪.૫૨ લાખ સાથે ટ્રક ડ્રાઇવર ઇકબાલ ઇબ્રાહિમ શેખ (ઉ.વ.૩૯, રહે.આશાપુર, જિલ્લો-ડુંગરપુર, રાજસ્થાન) અને ક્લિનર આશિફ યુસુફખાન પઠાણ (ઉ.વ.૩૪, રહે.ઉદયપુર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી. આ બંનેની પુછપરછમાં જાણવા મળ્યું કે, આ દારૃનો જથ્થો તેઓ પંજાબના જલંધરથી મેરઠ, ઝાંસી, સાગર, નાગપુર અને મુંબઇથી ભીલાડ થઇ ગુજરાતમાં લાવી રહ્યા હતા. આ ટ્રક તેમણે વડોદરા ગોલ્ડન ચોકડી પર અન્યને આપવાની હતી.

આ દારૃનો જથ્થો લઇ જવા ડ્રાઇવર ઇકબાલને તેના પડોશી અજીમ સલીમ પઠાણે કહ્યું હતુ. તેઓ પસ્તી લઇને પંજાબ ગયા હતા અને ત્યાંથી દારૃનો જથ્થો ભરીને આવતા હતા. તેમના આ નિવેદનના આધારે પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી ગુનો દાખલ કરી ડ્રાઇવરના પડોશી અજીમ અને અન્ય દારૃ ભરાવનારા અને સ્વીકારનારાઓ મળી કુલ પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

 

(5:53 pm IST)