Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મહેમદાવાદની ખાત્રીજ ચોકડી પર બે બાઈક સામ-સામે ભટકાતા એકને ઇજા

મહેમદાવાદ: ખાત્રજ ચોકડી રોડ ઉપર બે મોટર સાયકલ સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળીવાંટા સીમ ગોપાલપુરામાં રહેતા પ્રભાતસિંહ ભીમસિંહ ચૌહાણના સંબંધી ગત તા.૩-૧૨-૧૭ની બપોરે મોટર સાયકલ નં.જીજે-૦૭ સીજી-૨૩૩૮ લઈને મહેદાવાદ ખાત્રજ ચોકડી રોડ પરથી જઈ રહ્યાં હતા. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવેલ મોટર સાયકલ નં. જીજે-૦૭ બીજે-૮૫૭૬ ધડાકાભેર બાઈક સાથે અથડાયું હતું. જેથી બાઈક ચાલકને રોડ પર પડી જતાં માથાના ભાગે ઈજા થઈ હતી.
આ બનાવ અંગે પ્રભાતસિંહ ભીમસિંહ ચૌહાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:49 pm IST)