Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

હિટ એન્ડ રન: બાવળા -બગોદરા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પદયાત્રીનું મોત

અમદાવાદ: બાવળા-બગોદરા રોડ પર કેરાલા નજીક બનેલી હિટ એન્ડ રનની ઘટનમાં એક પદયાત્રીનું મોત થયું હતું. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બાવળા નજીક આવેલ કેરાલા ગામ ખાતે ઠાકોરવાસમાં રહેતા અનોપભાઇ કેહુભાઇ બગોદરિયા રઝોડા ગામ નજીક એલ.જી. કંપનીના ગોડાઉનમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા હતા. અનોપભાઇ ભાયલા પાસે આવેલ મોગલ માતાજીના મંદિરે રોજ સવારે ચાલતા દર્શન કરવા જતા હતા. ગઇકાલે સવારે ૬ વાગ્યે અનોપભાઇ પોતાના નિત્યક્રમ મુજબ મોગલધામ દર્શન કરવા માટે ચાલતા નીકળ્યા હતા.

અનોપભાઇ બાવળાથી છ કિ.મી. દૂર કેરાલાથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા વાહનચાલકે તેમને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા અનોપભાઇને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

 

(5:48 pm IST)