Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ફોન બુકને વધુ સ્માર્ટ બનાવવાની નેમ સાથે શાર્ક આઇડી બજારમાં

અમદાવાદ તા.૬ : સ્માર્ટ ફોનબુક એપ શાર્કઆઈડીની અમદાવાદ ખાતે રજૂઆત થઈ હતી. બુટસ્ટ્રેપ્ડ સ્ટાર્ટઅપ કે જેમાં કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ ૨ મિલિયન ડોલરનું કરાયું છે, તે શાર્કઆઈડી ઈ-પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજીસ અને સિલ્વર ટચ ટેકનોલોજીસનું સંયુક્ત સાહસ છે.

ટેકનોક્રેટ અને સિરિયલ એન્ટરપ્રેન્યોર રમેશ સિંહા દ્વારા સ્થાપિત શાર્કઆઈડી એક સ્માર્ટ  ફોનબુક એપ છે જે ઓટો અપડેટ થાય છે અને તે પર્સનલ કાર્ડ અને ડિજિટલ બિઝનેસ કાર્ડ તરીકે કોન્ટેક્ટને ડિજિટલ કાર્ડ ફોર્મેટમાં તબદીલ કરવા સક્ષમ છે. યુઝર્સ જે મોબાઈલ નંબર્સ સાથે (ઓટીપી દ્વારા વેરીફાઈ થયેલ) રજિસ્ટર થાય છે અને મલ્ટિપલ કોન્ટેક્ટ ફિલ્ડ્સમાં વિગતો મૂકે છે અને તેેનું પર્સનલ કાર્ડ પ્રાઈવેટ બની જાય છે. ફુલ સ્ટેક ટેકનોલોજી અનેે અત્યંત નોંધપાત્ર સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર સાથે શાર્કઆઈડી બિગ ડેટા, ડેટાબેઝ મોંગો, રેડિસ સ્ટોરેજ અને એન્ક્રિપ્ટેડ સ્ટ્રીમિંગ ડેટા સિક્યુરિટી  માટે  આપે છે.

લાભા લાભ જોઇએ તો તમને અજાણ્યા નંબર પરથી ફોન આવશે તો શાર્કઆઈડી તમને જણાવશે કે તમને કોઈ કોલ કરી રહ્યું છે અને તમારા મિત્રોમાંથી તેને કેટલા ઓળખે છે. એ તમામને પણ જાણો કે જેમણે તમારો નંબર સેવ કર્યો છે અને તમે  અજાણ્યા લોકોની સ્માર્ટફોનબુકમાંથી તમારો નંબર દૂર પણ કરી શકો છો. મતલબ તમે એ નક્કી કરી શકો છો કે કોની પાસે તમારો નંબર હોવો જોઈએ.

(4:08 pm IST)