Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

આણંદમાં ૧૪મીએ પ્રથમવાર દીક્ષા સમારોહઃ ૪ મુમુક્ષો સંયમના માર્ગે

અમદાવાદ : મુંબઈના બે સગાભાઈ - બહેનો તથા આણંદના એક મુમુક્ષ સંસાર ત્યાગીને ભકિતના માર્ગે તા.૧૪ના રોજ મંગળ પ્રયાણ કરશે.

આ દિક્ષા સમારોહનું આયોજન શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા આણંદના કલ્પના ટોકીઝ પાસે આનંદ મંગલ ધામમાં આ.ભ.તીર્થભદ્ર સૂરીશ્વર મહારાજની નિશ્રામાં યોજાશે. આ અંગે માહીતી આપતા પૂ.કિર્તીરૂપી મહારાજ તથા પૂ.કિર્તી તિલક મહારાજે જણાવેલ કે દિક્ષા સમારોહનો શુભાંરભ શુક્રવાર તા.૮ના રોજ સવારે ૭ વાગ્યે ગુરૂભગવંતોના ભવ્ય સામૈયું વાસુપૂજય સ્વામી દેરાસરથી કરવામાં આવશે.

ત્યાર બાદ સવારે ૯ વાગ્યે આચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજનું પ્રવચન તથા સાંજે ભકિત સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે તા.૧૪ સુધી અલગ-અલગ ધાર્મીક કાર્યક્રમો યોજાશે.

દિક્ષા મહોત્સવમાં આણંદના કૃણાલ નરેશભાઈ પટવા, મુંબઈના બે સગા ભાઈ-બહેનો યશ વિજયભાઈ કુબડીયા તથા ભકિત વિજયભાઈ કુબડીયા તથા મુંબઈના જ કેવલ દર્શનભાઈ મહેતા સંયમના માર્ગે ચાલી નિકળશે. દિક્ષા મહોત્સવને લઈને શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજન જૈન સંઘના પ્રમુખ રમેશભાઈ શાહ, ટ્રસ્ટીઓ હર્ષદભાઈ શાહ, કમલેશભાઈ શાહ તથા મૌલીનભાઈ શાહ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:43 pm IST)