Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દેશની નજર ગુજરાત પર, ગુજરાતની નજર રાજકોટ પર

વરસાદ અને ટાઢના વિધ્ન બાદ પ્રચાર કરી ગતિમાં: વજુભાઇ વાળા જયાંથી ૭ વખત અને મોદી પ્રથમ વખત જીતેલા તે રાજકોટ-૬૯ બેઠક પર ખરાખરીનો ખેલ

 ગાંધીનગર તા.૬ :.. રાજયની વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબકકાનો પ્રચાર અંતિમ ચરણમાં છે. કાલે સાંજે ૮૯ બેઠકોમાં જાહેર પ્રચાર પૂર્ણ થશે તે પૂર્વે રાજકીય પક્ષો અને ઉમેદવારોની દોડધામ વધી છે. વરસાદ અને ટાઢના વિધ્ન બાદ આજથી પ્રચાર ફરી ગતિમાં આવ્યો છે.

સમગ્ર દેશની નજર ગુજરાત પર છે. ગુજરાતનું પરિણામ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી પર અસર કરનારુ અને દેશના રાજકારણને દિશા દોર આપનારુ બની રહેશે. દેશની નજર ગુજરાત પર  અને ગુજરાતની નજર વિધાનસભાની રાજકોટ ૬૯ બેઠક પર છે.

જુના સીમાંકન મુજબ રાજકોટ-ર તરીકે અને નવા સીમાંકન મુજબ રાજકોટ પશ્ચિમ તરીકે ઓળખાતી ૬૯ બેઠક પર મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા છે. પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસના ધારાસભા ઇન્દ્રનીલ રાજયગુરૂ છે. મની પાવર અને મસલ પાવરની દ્રષ્ટીએ આ બેઠક ધ્યાન ખેંચનારી છે. બન્ને પક્ષે એડીચોટીનું જોર લગાવ્યું છે. હાલ કર્ણાટકના રાજયપાલ તરીકે રહેલા શ્રી વજુભાઇ વાળા આ બેઠક પરથી ૭ વખત ચૂંટાયા હતા શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી પદ જાળવી રાખવા ર૦૦ર માં આ જ બેઠક પર પેટાચૂંટણી લડીને જીતેલા ર૦૧૪ માં વજુભાઇને રાજયપાલ બનાવાતા ખાલી પડેલી બેઠક પર શ્રી વિજય રૂપાણી વિજેતા થયા હતાં. ત્યારબાદ તેઓ કેબીનેટ મંત્રી અને મુખ્યમંત્રી બનેલા. આ વિસ્તારમાં કોંગ્રેસ - ભાજપ બન્નેના ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

 

(11:56 am IST)