Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમદાવાદ AMTSનું ખાનગીકરણ કરાશે : વધુ 100 બસો ખાનગી કંપનીઓને સોંપવા વિચારણા

અગાઉ 600 બસો અપાઈ ચૂકી છે કંપનીઓને હજુ 100 બસો સોંપાશે

 

અમદાવાદની એએમટીએસ સુવિધા ખોટના ખાડા તરફ ધકેલાતી જાય છે ત્યારે AMTS નું સંચાલન હવે કોર્પોરેશન નહીં કરે  હવે બસો કોર્પોરેશનની માલિકીની નથી બચી. એએમટીએસની કુલ હાલ શહેર માં 700 બસો દોડે છે જેમાં 600 બસોનું સંચાલન ખાનગી કોન્ટ્રાકટર કરે છે ત્યારે 131 બસો એએમટીએસની માલિકીની છે.

પરંતુ 131 માંથી માત્ર 100 બસો રોડ પર દોડે છે જયારે 31 બસ તો સ્ક્રેપમાં મુકાઈ ચુકી છે. એએમટીએસ ના માલિકીની 100 બસો પણ વર્ષો જૂની હોવાથી તંત્ર દ્વારા તેને પણ સ્ક્રેપ કરી નાંખવાની વિચારના કરવામાં આવી છે જેને લીધે હવે એએમટીએસ પણ ખાનગી સેવા થાય તો નવાઈ નહીં .

  કુલ 6 ખાનગી કોન્ટ્રાકટરો 600 બસો નું સંચાલન કરે છે જેમાં સ્પીડ ચાર્ટર,અર્હમ, મારુતિ દાદા, મારુતિ ટ્રાવેલ્સ અને ટાંક ટ્રાવેલનો સમાવેશ થાય છે કોન્ટ્રાકટરોના ડ્રાઈવર અને કન્ડક્ટરો કટકી મારી એએમટીએસની કમાણી ખીસ્સામાં નાખે છે તેમ છતા સત્તાધીશોના પેટમાંથી પાણી નથી હલતું જેન કારણે 3 વર્ષ માં એએમટીએસ નું દેવું 458 કરોડે પહોંચી ચૂક્યું.

 વિપક્ષ નેતા આક્ષેપ કર્યા છે કે એએમટીએસનું ખાનગીકરણ કોર્પોરેશન ને દેવા માં ડુબાડી રહ્યું છે સત્તધીશો ખાનગીકરણ પાછળ રૂપિયા કમાઈ રહયા છે. અણધડ આયોજન થી એએમટીએસ આખરે કોન્ટ્રાકટર બેઝ થઇ ગઈ છે 

(11:17 pm IST)