Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જયંતિ ભાનુશાળી હત્યા કેસ : મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉને અમદાવાદ લવાયા : રિમાન્ડ મંગાશે

ફરાર આરોપીઓને ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાંથી ઝડપી પાડ્યાં હતા

અમદાવાદ : કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં વધુ બે આરોપીઓ મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ઉત્તર પ્રદેશના અલાહાબાદથી ધરપકડ કરાયા બાદ ગુજરાત પોલીસ અને  રેલવે પોલીસની ટીમ તેમને લઈને આજે રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. ગુજરાતની સીઆઈડી ક્રાઇમની રેલવે પોલીસે ફરાર આરોપીઓને ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાંથી ઝડપી પાડ્યાં હતા. પોલીસ આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને તેમના રિમાન્ડની માંગણી કરશે.

    જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે મુખ્ય આરોપી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉને લઈને રેલવે એસઆઈટી આરોપીને લઈ પશ્ચિમ રેલવે એસ.પી ઓફિસ પહોંચી હતી. યુપીના અલ્હાબાદના આશ્રમમાંથી આરોપીઓ ઝડપાયા હતા. 8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસમાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ હતી

  . જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા. ત્યારે રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે મનિષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને નિખીલ થોરાટ ફરાર હતા.

(10:27 pm IST)