Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રૂ. રર હજારની લાંચના છટકામાં પાલનપુરના જિલ્લા સહકારી અધિકારી (ધીરધાર) સપડાયા : એસીબી બોર્ડર ભુજ એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના માર્ગદર્શનમાં વધુ એક સફળતા

રાજકોટઃ  ધિરધારનું લાયસન્સ ધરાવતા એક વેપારીને ત્યાં જઇ આરોપીઓ દ્વારા હિસાબી ચોપડામાં ગરબડ હોવાનું જણાવી હિસાબી ચોપડા કબજે કર્યા બાદ ચોપડાઓ પરત આપવા માટે ધિરધારનો ધંધો કરતા ફરિયાદી દ્વારા માંગણી થતા આરોપી દ્વારા રર હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામા આવેલ. ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોય અને એસીબી બોર્ડર ભુજ ટીમ દ્વારા આવા લાંચિયાઓ સામે કડક કાર્યવાહી થતી હોવાનું સારી રીતે જાણતા આ ફરિયાદીએ એસીબી સંપર્ક કરતા જ એસીબી બોર્ડર (ભુજ) ના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના સુપરવિઝન હેઠળ બનાસકાંઠાના એસીબી પેા.સ્ટેશનના  પી.આઇ. કે.જે. પટેલએ છટકુ ગોઠવી આરોપી જિલ્લા સહકારી અધિકારી (ધિરધાર) ગોરધનભાઇ જોષીને રંગે હાથે ઝડપ લીધા હતા. બોર્ડર રેન્જ (ભુજ) એસીબીમાં મદદનિશ નિયામક તરીકે કૃષ્ણકુમારસિંહ ગોહિલે ચાર્જ સંભાળ્યા બાદ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં એક પછી એક મોટા માથાઓને ઝડપી લઇ સફળતા હાંસલ કરવા સાથે  કટકીબાજોમાં સન્નાટો ફેલાવી દિધો છે.

(8:43 pm IST)