Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વડોદરાના તાલુકા વિકાસ અધિકારી તપન ત્રિવેદીએ એસીબી છટકાની શંકા જતા લાંચની રકમ ટેબલ નીચે નાખી દઇ નાસી છૂટયા : ટીડીઓ વતી લાંચ સ્વીકારનાર કલાર્ક રાજેશ ખોખરીયા ઝડપાયા

રાજકોટઃ વ્યવસાય વેરા નોંધણી કરાવવા માટે તાલુકા પંચાયત કચેરી વડોદરા ખાતે ગયેલા એક જાગૃત ફરિયાદી પાસે  કલાર્ક રાજેશ નટુભાઇ ખોખરીયાએ ફોર્મ દિઠ રૂ. રપ૦૦ ની માંગણી કરેલ જયારે ટીડીઓ તપન ત્રિવેદીએ પણ ફરીયાદી પાસે વ્યવહારની માંગણી કરેલ. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીમાં ફરીયાદ આપતા વડોદરા એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક સુશ્રી બી.જે. પંડયાના માર્ગદર્શનમાં વડોદરા ગ્રામ્યના એસીબી પીઆઇ એચ.બી. ગામેતીએ લાંચનુ છટકુ ગોઠવેલ હતુ.

કલાર્ક રાજેશભાઇ ખોખરીયાએ ફરીયાદી પાસે ૧પ હજાર માંગી અને તે રકમ સ્વીકાર્યા બાદ આ રકમ લઇ ટીડીઓની ચેમ્બરમાં જઇને લાચની રકમ આપેલ દરમ્યાન ટીડીઓ તપન ત્રિવેદીને ગમે તે કારણે એસીબી છટકાની શંકા પડતા લાંચની રકમ ટેબલ નીચે નાખી અને નાસી ગયેલ.  જયારે ૧પ હજાર સ્વીકારનાર કલાર્ક રાજેશભાઇ ખોખરીયા પકડાઇ ગયા હતા. આમ દિપોત્સવીના તહેવારો પૂર્ણ થતાં જ એસીબી વડા કેશવકુમાર ટીમ ફરી સક્રિય થઇ છે.

(8:43 pm IST)