Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમદાવાદમાં ભારે વરસાદ પડવા માટેની ચેતવણી જારી

મહા વાવાઝોડાની અસર રહી શકે

 અમદાવાદ, તા. ૬ :  મહા વાવાઝોડાની ઘાત ટળી ગઇ છે પરંતુ તેની અસર હેઠળ અમદાવાદમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ તરફથી અમદાવાદ માટે પણ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે જેથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે તંત્ર સંપૂર્ણપણે સાવધાન થયેલું છે. અમદાવાદમાં મિશ્ર સિઝન વચ્ચે આજે લઘુત્તમ તાપમાન ૨૨.૬ અને મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી રહ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં ૩૨.૬ અને ૨૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

(8:30 pm IST)