Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હિંમતનગરની હાથમતી નદીમાં ડૂબી જવાથી યુવાનનું કરૂણમોત

નદી પાર કરતી વેળાએ પાણીના વહેણમાં તણાયો

હિંમતનગર : શહેરનાં ભોલેશ્વર નજીક હાથમતી નદીમાં એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે નદી પાર કરતી વેળાએ આ યુવાન ડુબ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સ્થાનિક નાગરિકો અને ફાયર વિભાગ દ્વારા મિનિટોમાં મૃતદેહને બહાર કાઢ્યો હતો.

  સ્થાનિકો દ્વારા યુવાનને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તે પાણીના વહેણમાં તણાવા લાગ્યો હોવાથી થોડા જ સમયમાં ગુમ થઇ ગયો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે ગણત્રીની મિનિટોમાં યુવાનનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો.

  પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે.આ યુવાનની ઓળખ થઇ શકી નથી. જેથી પોલીસ તે યુવાનની ઓળખ કરવા માટે પ્રયાસો કરી રહી છે.

(7:53 pm IST)